________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વકો
‘શું આજે રાત્રે જ તમે મને ગુણચંદ્ર પાસે લઈ જઈ શકો ખરા?’
‘અવશ્ય, મારા માટે એ કોઈ મોટી વાત નથી. હું તમને એમની છાવણીમાં જ જે તંબૂમાં તે રહેલો છે, તેમાં મૂકી દઈશ. હું વિદ્યાધર છું. વિદ્યાશક્તિથી જે ધારું તે ક!'
‘ભલે, તમે મધ્યરાત્રિના સમયે આવો, મહેલમાં તમને રહેવા માટે હું બધી જ સુવિધા ગોઠવી આપું છું.’
‘હું હવે તમને મધ્યરાત્રિના સમયે જ મળીશ, તમારે બીજા બે-ચાર યોદ્ધાઓને સાથે રાખવા હોય તો મને વાંધો નથી. હું તમને બધાને ગુણચંદ્રના નિવાસમાં પહોંચાડીશ....
વિગ્રહ અતિપ્રસન્ન થઈ ગયો... આ રીતે અચાનક એના ભાગ્યયોગે એને વાનમંતર મળી ગયો! બાકી, વિગ્રહને જરા પણ આશા ન હતી કે એ કુમાર ગુણચંદ્ર પર વિજય મેળવી શકે.
તેણે પોતાના સેનાપતિને બોલાવીને, બધી વાત કરી, અને કહ્યું: ‘તારી સાથે બીજા ત્રણ અતિ વિશ્વસનીય સુભટો જોઈએ. આપણે પાંચ અને છઠ્ઠો વિદ્યાધરપુત્ર · આપણે કુમારને પહોંચી વળીશું...’
જેવી આપની આજ્ઞા...'
પરંતુ મહામંત્રી કે જે ત્યાં ઉપસ્થિત હતાં, તેમણે કહ્યું: ‘મહારાજા, આ યુદ્ધનીતિથી વિપરીત છે. સૂતેલા કુમારનો વધ કરવો - કાયરતા છે... તમારો અપયશ થશે અને કુમારનો વધ સાંભળીને, મહારાજા મૈત્રીબળ અયોધ્યાની અજોડ સેના લઈને ધસી આવશે... અને રાજપરિવાર સહિત રાજ્યનો નાશ કરશે... મહારાજા, દરેક કાર્યમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ...’
વિગ્રહરાજા મહામંત્રીની વાત સાંભળીને, વિચારમાં પડી ગયો... મહામંત્રીએ
કહ્યું:
‘આપના કહેવા મુજબ, એ વિદ્યાધર, રાજકુમાર ગુણચંદ્રનો શત્રુ છે... એ શત્રુનો કાંટો કાઢવા, તમને નિમિત્ત બનાવે છે. બાકી, શું એ પોતે કુમારનો વધ ના કરી શકે? અદશ્ય રહીને વધ કરી શકે ને? માટે મારી આપને વિનંતી છે કે આપ દીર્ઘદષ્ટિથી વિચારીને, જે તે નિર્ણય કરજો...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૦૩