________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણીએ કુમારનું ચિત્ર, પોતાની અંગત દાસી મદનમંજુલાને આપીને કહ્યું: આ ચિત્ર તું રત્નાવતીને આપ અને કહે કે આ ચિત્રનું એકાગ્રતાપૂર્વક અવલોકન કરે.”
ચિત્રને લઈ મદનમંજુલા રત્નાવતી પાસે પહોંચી. તેને ચિત્ર આપીને, રાણીનો સંદેશો આપ્યો. ચિત્ર જોતાં જ રત્નવતી ચિત્રમાં રહેલા કુમાર પ્રત્યે સ્નેહભાવવાળી
બની.
રત્નવતીએ ચિત્રને જોઈને, મદનમંજુલાને પુછુયું:
આ કોનું ચિત્ર છે?' ‘હું ચોક્કસ જાણતી નથી.” “તો પણ?' “મને તો આ ઈન્દ્રનું ચિત્ર લાગે છે!”
ખોટું, ઈન્દ્રને હજાર આંખ હોય છે, આ પુરુષને બે આંખો છે!” “તો પછી નારાયણનું ચિત્ર હશે!' નારાયણની કાન્તિ શ્યામ હોય છે, આ તો સુવર્ણ કાન્તિવાળા પુરુષ છે!' તો ચંદ્ર કે જ્યોતિષ દેવલોકના ઈન્દ્ર છે, તેમનું ચિત્ર હશે.' ના હોય ચન્દ્રનું, ચંદ્ર તો કલંકિત હોય છે. આ ચિત્રમાં તો અકલંકિત પુરુષ
તો પછી આપ જ નિર્ણય કરો કે આ કામદેવ સદશ મહાપુરુષ કોણ હશે મદનમંજુલાએ પ્રસન્ન મુખમુદ્રાએ રત્નવતીને કહ્યું. રત્નાવતીએ ચિત્રને જોયા જ કર્યું.. લાંબા સમય સુધી જોયા કર્યું... પછી મદનમંજુલા સામે જોઈને તે બોલી:
મંજુ, આ કોઈ દૈવી પુરુષ તો નહીં હોય?” “એમ જ હશે! હું તો એવું અનુમાન કરું છું કે આ પુરુષ અમારી રાજકુમારીનો વર હોવો જોઈએ!”
એ જ વખતે રાજકુમારીના ખંડમાં “સિદ્ધાદેશ” નામના રાજપુરોહિતે પ્રવેશ કરીને કહ્યું: “મંજુલા, તારી વાતમાં મને સંદેહ નથી થતો. નક્કી એ ચિત્રનો પુરુષ રાજપુત્રીનો વર થશે જ!”
મદનમંજુલાએ રનવતી સામે જોયું. એના બે ખભા પર પોતાના બે હાથ દબાવીને કહ્યું: “રત્નવતી, તે સિદ્ધાદેશનું વચન સાંભળ્યું ને?” રત્નાવતી હર્ષિત બની. તેણે સિદ્ધાદેશને મસ્તક નમાવી, પ્રણામ કર્યા, અને એ ચિત્રમાં તલ્લીન બની, સિદ્ધાદેશ ચાલ્યાં ગયાં. આવ્યાં હતાં રનવતી સાથે વાતો કરવા, પરંતુ સખીઓથી એ પરિવરેલી હતી તથા રાજકુમારના ચિત્રમાં એનું મન તલ્લીન હતું, એટલે આશીર્વાદ આપીને, તેઓ ચાલ્યાં ગયાં.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૭૮
For Private And Personal Use Only