________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાદેવી, અમે ઘણાં નગરના રાજમહેલોમાં ગયા. ત્યાંના રાજકુમારોને જોયા. પરંતુ કોઈ ને કોઈ વાતે અમને તે કુમારોમાં અધૂરાશ લાગી. અમારે તો રત્નાવતીને અનુરૂપ રાજકુમાર શોધવાનો હતો... અમે અયોધ્યા ગયા. અયોધ્યાના રાજકુમારને જોતાં જ અમે ચકિત થઈ ગયા. એના અતિ સુંદર રૂપ-લાવણ્યને જોઈને, અમે પ્રભાવિત થયા. તે પછી એની ધનુર્વિદ્યા જોઈને, તો દિંગ જ થઈ ગયા! શું તેમણે રાધાવેધ કર્યો છે! અમે તો અમારી જિંદગીમાં પહેલી જ વાર “રાધાવેધ” જોયો..”
“મહારાણીજી, તે પછી તો અમે તેમને પ્રત્યક્ષ મળ્યા. એમની સાથે વાર્તાલાપ કર્યો... કેટલાક ચતુરાઈભર્યા પ્રશ્નો પૂછ્યાં. કુમારે તેમની અપૂર્વ બુદ્ધિપ્રતિભાથી તત્કાળ ઉત્તરો આપ્યાં. અમે કેટલાક શાસ્ત્રીય પ્રશ્નો પૂછુયા. એના ઉત્તર પણ તેમણે તત્પણ આપ્યા. ખરેખર! તેમની બુદ્ધિચાતુરી અને શાસ્ત્રજ્ઞાન પર અમે ઓવારી ગયા!
મહાદેવી, અમે રાજકુમારીનું ચિત્ર કુમારને ભેટ આપ્યું. ત્યારે ખબર પડી કે ચિત્રકળા તો તેમની પ્રિય કળા છે! તેઓ પણ સુંદર ચિત્રો બનાવે છે! એમ કહીને ભૂષણે, ગુણચંદ્રકુમારે દોરેલું રનવતીનું ચિત્ર મહારાણી પદ્માવતીને આપ્યું. મહારાણીએ ચિત્ર જોયું અને એની નીચે લખેલો સંદેશો વાંચ્યો. રાણી હર્ષિત થઈ. તેણે ભૂષણને પૂછ્યું.
તમે રાજકુમારનું ચિત્ર લાવ્યા છો?”
હા મહાદેવી!' ચિત્રમતીએ રાજકુમારનું ચિત્ર રાણીને આપ્યું. રાણી કુમારનું ચિત્ર જોઈને, રોમાંચિત થઈ ગઈ. તેણે ચિત્રમતી અને ભૂષણને કહ્યું: “ખરેખર, મારી પુત્રી ભાગ્યશાળી છે... કે આવો સર્વગુણસંપન્ન કુમાર મારી પુત્રીને ચાહે છે!
ભૂષણે કહ્યું: “મહાદેવજી, હજુ તો અમારી વાત બાકી છે. અમારા ચિત્રકામથી પ્રસન્ન થઈને, કુમારે અમને બે લાખ સોનામહોરોનું દાન આપ્યું!”
રાણીની આંખો પહોળી થઈ ગઈ. તે બોલી: “બે લાખ સોનામહોરો તમને આપી? અહો, કુમારની ઉદારતા પણ ઘણી અદભુત કહેવાય! આવું દાન આપણી રાજસભામાં ક્યારેય જોયું નથી! ઘણા મોટા મોટા કલાકારો રાજસભામાં આવે છે!'
મહારાણીજી, કુમારની કેટલી વિશેષતાઓ કહીએ? અમારો તો આપને આગ્રહ છે કે રાજકુમારી માટે આ વરને વધાવી લેવો જોઈએ. અમને એ રાજકુમારમાં કોઈ કસર જોવા મળી નથી.' બંને રાજપુરુષોએ રાણી પદ્માવતીના ચિત્તમાં કુમાર ગુણચંદ્રને વસાવી દીધો. બંને ત્યાંથી મહારાજા પાસે ગયાં. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭૭
For Private And Personal Use Only