________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચ્યો. એના મનમાં શંખપુરની રાજકુમારી વસી ગઈ હતી, ચિત્રશાળામાં એનું ચિત્ર સામે રાખીને, એનું નિરીક્ષણ કર્યું, ત્યાર પછી એણે પોતે એક નવું ચિત્ર દોરવાનો નિર્ણય કર્યો. એ વખતે તેનો ખાસ મિત્ર “વિશાલબુદ્ધિ' કુમારને મળવા આવ્યો. વિશાલબુદ્ધિએ કુમારની સામે જ પડેલું રત્નપતીનું સુંદર ચિત્ર જોયું. તેણે હાથમાં લઈને ચિત્ર જોયું. પછી જિજ્ઞાસાથી કુમાર સામે જોયું. મિત્ર, આ ચિત્ર શંખપુરની રાજકુમારી રત્નપતીનું છે! કોણ લાવ્યું તારી પાસે?' બે ચિત્રકારો શંખપુરથી આવ્યા છે, તેઓ લાવ્યા છે?' શા માટે?’
પ્રયોજન મેં પૂછ્યું નથી, પરંતુ એ બંને પાછા શંખપુર જવાના છે, તેમની સાથે હું રાજકુમારીને ચિત્રરૂપે ઉત્તર મોકલવા વિચારું છું!” કુમારે કહ્યું.
કેવું ચિત્ર?”
વિદ્યાધર-વિદ્યાધરીનું વિદ્યાધર અને વિદ્યાધરી-એકબીજાને પ્રેમદૃષ્ટિથી જુએ છે...'
એટલે અયોધ્યાના રાજકુમાર વિદ્યાધર અને શંખકુમારની રાજકુમારી વિદ્યાધરી! એમ જ ને?”
બંને મિત્રો ખડખડાટ હસી પડ્યાં.
બુદ્ધિ, રાજકુમારીને આ ચિત્ર દ્વારા હું જણાવવા ઈચ્છું છું કે હું તેને ચાહું છું! એની સાથે હું લગ્ન કરીશ.'
બહુ સરસ, મને તારી વાત ગમી બુદ્ધિ બોલ્યો. "સારું, તું ચિત્ર બનાવ. હું આપણા બીજા મિત્રો સાથે મહેલના જ ઉદ્યાનમાં બેઠો છું!' બુદ્ધિ ગયો. કુમારે ચિત્રપટ લીધો, રંગો ઘોળ્યા અને પછી હાથમાં લીધી.
એણે સર્વપ્રથમ સંધ્યાસમયનું નૈસર્ગિક વાતાવરણ ઊભું કર્યું. પછી વિદ્યાધરીની આકૃતિ બનાવવા માંડી. સુંદર આકૃતિ ઉપસાવી, તેમાં મુખાકૃતિ રત્નપતીની જ પસંદ કરી. ત્યાર બાદ વિદ્યાધરનું ચિત્ર બનાવ્યું. જાણે કે સ્વયં ગુણચંદ્રકુમાર! બંનેની આંખો એવી બનાવી કે જાણે પરસ્પર જોતાં હોય. બંનેની આંખોમાંથી પ્રેમ વહેતો હોય. બંને એકબીજાને પ્રેમ કરતાં હોય!
અલંકારો પહેરાવવાના બાકી હતા, ત્યાં જ ભૂષણ અને ચિત્રમતી ચિત્રશાળાના દ્વારે આવીને ઊભા.
અમે અંદર આવી શકીએ?' ભૂષણે પૂછ્યું. કુમારે દ્વાર તરફ જોયું. પ્રસન્નતાપૂર્વક આવકાર આપ્યું. બંને કુમારની પાછળ આવીને ઊભા રહી ગયા..
'શું કરો છો મહારાજકુમાર?” ચિત્રમતીએ પૂછ્યું. કુમારે કહ્યું: ‘તમે જાતે જ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭૫
For Private And Personal Use Only