________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનનું આ રીતે પ્રદર્શન કરીને, એ મને આડકતરી રીતે, મારી ધારણા મુજબ દાન આપતાં અટકાવવાનો પ્રયત્ન કરે છે! એ ભંડારીને આ દાન, સંપત્તિનો બગાડો લાગે છે.. જે એને નથી ગમતો...”
ગુણચંદ્ર ભંડારીની પ્રવૃત્તિ પરથી એની વૃત્તિનું સાચું અનુમાન કર્યું. ગુણચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું. તેણે વિચાર્યું. ધનદેવની આ મૂર્ખતા છે, નરી મૂર્ખતા છે. એ નહીં વિચારતો હોય કે આ ધનસંપત્તિ કોઈ પણ જીવની સાથે મૃત્યુ પછી જતી નથી, અહીં જ રહી જાય છે! અહીં આ જીવનમાં પણ ક્યારેક ચોરાઈ જાય..
ક્યારેક લૂંટાઈ જાય કે ક્યારેક આગમાં ભસ્મીભૂત થઈ જાય... આવી સંપત્તિની સાર્થકતા માત્ર દાનધર્મની આરાધનાથી જ છે!' કુમારે આગળ પારમાર્થિક દૃષ્ટિથી વિચારવા માંડ્યું:
આ ધન-વૈભવ ઉપર મમત્વભાવ થાય એટલે આત્માને નુકસાન થાય જ છે. આત્માનું અહિત થાય છે. કદાચ હું આ બે પરદેશી ચિત્રકારોને લાખ સોનામહોરો ના આપું, તો પણ આ સંપત્તિ શાશ્વતકાળ ટકનારી નથી... અને આપું છું... તો માત્ર લાખ સોનામહોરોથી એમનાં બધાં દુઃખ દૂર થવાનાં નથી.
સંપત્તિનો સંગ્રહ કરી રાખવાથી એ ટકતી નથી. એ ટકે છે પુણ્યકર્મના ઉદયથી! એ પુણ્યોદય સમાપ્ત થાય એટલે સંપત્તિ નાશ પામે છે. ભલે, એ સંપત્તિને મનુષ્ય ભોગવે નહીં કે દાન ના આપે... એનો નાશ થવાનો નિશ્ચિત હોય છે. એ સંપત્તિની ગમે તેટલી રક્ષા કરવામાં આવે... છેવટે એ નાશ પામવાની જ!
દાન આપવાથી જ ધન-સંપત્તિ ઉપકારક બને છે... અન્યથા આ સંપત્તિ માત્ર અનર્થ જ કરનારી છે, માટે એનો ત્યાગ કરવો જ ઉચિત છે... આ પ્રસંગ સારો મળ્યો છે. હું ધનદેવને બોધપાઠ આપું!'
ભંડારી!' ‘જી, મહારાજકુમારી
આ ચિત્રકારો બે છે. બેની વચ્ચે એક લાખ સોનામહોરો ઓછી ગણાય, માટે બંનેને એકેક લાખ સોનામહોરો આપો!
ધનદેવની આંખો પહોળી થઈ ગઈ..
પરંતુ આ તો યુવરાજની આજ્ઞા હતી! હા-ના કરાય એમ ન હતી. નીચું માથું કરીને, ધનદેવ ભંડારમાં ગયો. બીજી લાખ સોનામહોરો લાવીને ચિત્રકારોને આપી.
ભૂષણ અને ચિત્રમતી આશ્ચર્યચકિત થઈ ગયા. બે લાખ સોનામહોરો લઈ, કુમારનાં ચરણે પ્રણામ કરી, પોતાના સ્થાને લઈ ગયા.
સ્નાન-દુગ્ધપાનાદિ પ્રભાતિક કાર્યોથી પરવારીને, કુમાર પોતાની ચિત્રશાળામાં
૧૧૭૪
ભાગ-૩ ૪ ભવ આઠમો.
For Private And Personal Use Only