________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાની આજ્ઞા કરી દીધી. આ સમાચાર રાજકુમાર ગુણચંદ્રને મળ્યા. તેણે રત્નાવતીને કહ્યું: “મારે યુદ્ધ માટે જવું પડશે.... મારા જેવો યુવાન પુત્ર હોય અને પિતાજી યુદ્ધનાં શસ્ત્ર સજે, એ અનુચિત છે.”
‘નાથ, આપની વાત સાચી છે. આપ ઉત્સાહથી યુદ્ધમાં પધાર્યો. આપનો જ વિજય થવાનો છે. શત્રુનો પરાજય કરી શીધ્ર આપ પાછા પધારો. હું આપની પ્રતીક્ષા કરતી રહીશ.'
કુમાર પોતાના આવાસમાંથી નીકળી, સીધો જ મહારાજા મૈત્રીબળ પાસે ગયો. એણે સેનાનું આધિપત્ય ગ્રહણ કર્યું. મિત્રીબળનાં શસ્ત્રો છોડી નાખ્યાં.
‘આવા નાના રાજાને હાંકી કાઢવા આપને જવાનું ના હોય. હું એ વિગ્રહનો નિગ્રહ કરીશ! આપ ચિંતા ના કરો..”
વિશાળ સેના સાથે કુમારે સરહદ-પ્રદેશ તરફ પ્રયાણ કર્યું. અયોધ્યાના વિશાળ સામ્રાજ્યનાં સેંકડો ગામ-નગરોમાં થઈને, કુમારને પસાર થવાનું હતું. દરેક ગામનગરની પ્રજાએ કુમારનું ઉમળકાભેર સ્વાગત કર્યું. “કુમાર, તમારો વિજય જ થશે!” પ્રજાજનો કુમારના ઉત્સાહમાં ભરતી લાવતો હતો. સૌભાગ્યવતી સ્ત્રીઓ કંકુ અને અક્ષતથી કુમારને વધાવતી હતી. તે તે આજ્ઞાંકિત રાજાઓ અને રાજકુમારો, કુમારની સાથે યુદ્ધયાત્રામાં જોડાઈ જતાં હતાં. કુમારના પરાક્રમની પ્રશંસા તો સાંભળી હતી, હવે અમને કુમારનું પ્રત્યક્ષ પરાક્રમ જોવા મળશે!” આ રાજકુમારોની તમન્ના હતી.
બીજી બાજુ રાજા વિગ્રહને સમાચાર મળ્યા કે “કુમાર ગુણચંદ્ર વિશાળ સેના લઈને આવે છે. એટલે વિગ્રહ પોતાના સુરક્ષિત કિલ્લામાં ચાલ્યો ગયો. કિલ્લામાં અનાજ વગેરે ભરી લીધું અને દરવાજા બંધ કરી દીધા. કુમારે કિલ્લાને સજ્જડ ઘેરો ઘાલ્યો. કિલ્લામાંથી એક પક્ષી પણ બહાર નીકળે તો તે પકડાઈ જાય, એવી વ્યુહરચના ગોઠવી દીધી. કુમારે ત્યાં જ કિલ્લા પાસે પોતાનો પડાવ નાખ્યો.
કેટલાક રાજકુમારોએ ગુણચંદ્રને કહ્યું: “આ વિગ્રહ આપનો સેવક રાજા છે. આપ સ્વામી છો.. એણે આપનો મોટો અપરાધ કર્યો છે. એને સજા કરવી જોઈએ.'
આ સજા જ છે ને! એ કિલ્લામાં ભરાઈ બેઠો છે. જ્યારે પ્રજાને અને એને જીવનજરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડશે ત્યારે કાં તો પ્રજાને મરવું પડશે અથવા કિલ્લાના દરવાજા ખોલવા પડશે.
“ત્યાં સુધી આપણે રાહ જોઈને, અહીં પડ્યા રહેવાનું? આપ આજ્ઞા આપો, અમે કિલ્લાના દરવાજા તોડી નાખીએ”
એવી ઉતાવળ કરવાની જરૂર નથી. થોડા જ દિવસોમાં એને દરવાજા ખોલવા પડશે.”
રાજકુમારો વિશેષ બોલ્યા નહીં. તેઓ બીજા સ્થાને ભેગા થયા અને યુદ્ધ કરવાનો
૧૧૮૦
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only