________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નવતી પણ ચિત્રકળામાં નિપુણ હતી. તેણે મદનમંજુલાએ કહ્યું: ‘હું આવું જ ચિત્ર બનાવીશ!” અને તેણે કુમારનું સુંદર ચિત્ર બનાવ્યું. મદનમંજુલા એ ચિત્ર મહારાણી પાસે લઈ ગઈ. રાણીએ, કુમારે બનાવેલા રત્નાવતીના ચિત્રને અને રત્નાવતીએ બનાવેલા કુમારના ચિત્રને પાસે પાસે મૂક્યાં... અને બંને ચિત્રોને જોતી રહી. તેનું મન ઉલ્લસિત થયું. તેણે કહ્યું: “મને તો આ જોડી ગમી ગઈ છે!”
રાજકુમાર ગુણચંદ્રને રત્નાવતી ગમી ગઈ. રત્નવર્તીને કુમાર ગુણચંદ્ર ગમી ગયો. બંનેનાં માતા-પિતાને આ બેની જોડી ગમી ગઈ.
બંનેના સગપણ નક્કી થયાં. કિ લગ્ન લેવાયાં. ઉત્સવ મંડાયા.
લગ્ન અયોધ્યામાં જ થયાં. ખૂબ ભવ્યતાથી લગ્ન થયા. નિર્વિઘ્ન શુભ પ્રસંગ પૂર્ણ થયો. અલબત્ત, એ વખતે વિદ્યાધરકુમાર વાનમંતર એના કાર્યમાં વ્યસ્ત હતો, નહીંતર એ વિગ્ન કર્યા વિના ન રહેત.
કુમાર ગુણચંદ્ર રત્નાવતીની સાથે યથેચ્છ વિષયોપભોગ કરી રહ્યો હતો. તેમની પાસે યૌવન હતું, વૈભવ હતો અને બધી જ અનુકૂળતા હતી. પાંચ ઇન્દ્રિયોનાં ભોગસુખો માણવા માટેનો અનુકૂળ સમય હતો.
પરંતુ આ સંસાર છે! સર્વકાળ કોઈને બધી જ અનુકુળતા મળતી નથી, નિરાંત મળતી નથી કે શાન્તિ મળતી નથી.
અયોધ્યાના સામ્રાજ્યની સીમા પર પડોશી રાજાનું અનાવશ્યક આક્રમણ થયું હતું. ગુપ્તચરોએ રાજા વિગ્રહની હિલચાલ જાણી હતી. તેમણે મહારાજા મૈત્રીબળને જાણ કરી હતી. મહારાજા વિગ્રહરાજાના નાના રાજ્યને અને એની અલ્પશક્તિને જાણતા હતા. તેમણે વિગ્રહરાજાને પાછો એના રાજ્યમાં મોકલી દેવા માટે, સેનાપતિ સુજાત સાથે નાની સેના મોકલી હતી. બીજી બાજુ વિગ્રહરાજા, મહારાજા મૈત્રીબળની અમાપ શક્તિ અને અયોધ્યાની વિશાળ સેનાનો પ્રતાપ જાણતો હતો. પરંતુ એને તો અયોધ્યાના સરહદનાં ગામોને રંજાડવા હતાં. એક એક ગામને લૂંટીને એ પોતાના સુરક્ષિત કિલ્લામાં ચાલ્યો જતો હતો. એને ખબર પડી કે સેનાપતિ સુજાત નાની સેના સાથે આવી રહ્યો છે. વિગ્રહે એની સાથે યુદ્ધ કરીને ભગાડ્યો! વિગ્રહનો વિજય થયો. સુજાત હારી ગયો... અયોધ્યાના ઘણા સૈનિકો યુદ્ધમાં મરાયા. સુજાત સુરક્ષિત જગ્યામાં રહ્યો અને મહારાજાને સમાચાર મોકલ્યા.
સમાચાર સાંભળી. મહારાજા મૈત્રીબળ સ્વયં યુદ્ધ માટે તૈયાર થયા. સેનાને તૈયાર
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only