________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચિત્રપટને લઈ, શંખપુરના એ રાજપુરુષો કુમારની પાસે રાજમહેલમાં ગયા. કુમારને મળ્યા. રાજકુમારીનું ચિત્ર કુમારની સામે મૂકીને બોલ્યા:
હે રાજકુમાર, અમે ઉત્તરાપથના શંખપુરથી આવ્યા છીએ. આપનાં દર્શન કરીને, અમે આનંદિત થયા છીએ, અમે ભાગ્યશાળી બન્યા છીએ.
કુમારે રત્નાવતીનું ચિત્ર જોયું. તલ્લીનતાથી જોતો રહ્યો. કુમારના મુખ પર સ્નેહપૂર્ણ ભાવો ઊપસી આવ્યા. તે બોલ્યો: ‘ચિત્ર સુંદર છે. તમે ઘણું જ સુંદર ચિત્ર બનાવ્યું છે. આ કલ્પનાચિત્ર છે કે આવી જ સુંદરી આ પૃથ્વી પર વાસ્તવિક છે'
મહારાજકુમાર, આ એક રાજકુમારીનું વાસ્તવિક ચિત્ર છે. હા, આ ચિત્રમાં જેવું એનું રૂપ-સ્વરૂપ દેખાય છે, એના કરતાં ઘણું વધારે એ સુંદરીનું રૂપ-સ્વરૂપ હશે, ઓછું તો નહીં જ! કારણ અમે બહુ સામાન્ય કોટિના ચિત્રકાર...'
બસ, બસ, તમે સામાન્ય કોટિના ચિત્રકાર છો કે વિશિષ્ટ કોટિના, એ હું સમજી શકું છું. ચિત્રકળા મારો પ્રિય વિષય છે!'
હે દેવ, જો આપ આજ્ઞા આપો તો અમે આપનું ચિત્ર પણ બનાવીએ...' ભૂષણે કહ્યું, પરંતુ કદાચ કુમારે ન સાંભળ્યું. એ રાજ કુમારીના ચિત્રના દર્શનમાં લીન બન્યો હતો. તે સ્વગત બબડ્યો: “આના જમણા હાથમાં શતપત્ર કમળ ખરેખર, શોભે છે.. અને આ રાજકુમારી મને તો સાક્ષાત્ કામદેવની પત્ની રતિ સમાન લાગે છે. આના કરતા ચઢિયાતાં રૂપ-લાવણ્યવાળી સ્ત્રી, આ દુનિયા ઉપર હોય, એવું હું માનતો નથી. તમારું ચિત્ર-કૌશલ્ય અદ્ભુત છે! મને ખૂબ ગમ્યું.”
મહારાજકુમાર, આ ચિત્ર રાજકુમારી રત્નાવતીનું છે. શંખપુરના મહારાજા શાંખ્યાયનની આ પુત્રી છે!”
‘તમે રનવતીને પ્રત્યક્ષ જોઈને, પછી આ ચિત્ર બનાવ્યું છે?”
“હાજી મહારાજકુમાર, અમારા નગરમાં કામદેવનો ઉત્સવ હતો. એ દિવસે રાજકુમારી તેની સખીઓ સાથે, સુંદર રથમાં બેસીને જતી હતી. એના જમણા હાથમાં શતપત્ર કમળ હતું. અને અમે બંનેએ એને જોઈ જોતા જ રહ્યા, અને પછી અમારા ઘેર જઈને, એ જ દિવસે ચિત્ર બનાવ્યું. હે કુમાર, અમારે જેવું બનાવવું જોઈએ એવું ચિત્ર બનાવી શક્યા નથી. સાચું કહીએ તો સાક્ષાત્ વિશ્વકર્મા વિધાતા પણ, રાજકુમારીનું યથાર્થ રૂપ-લાવણ્ય ચિત્રમાં અવતરિત કરી શકે એમ નથી.... હે મહારાજકુમાર, આપની પાસે જ ભલે રહે આ ચિત્ર. અત્યારે અમે રાજ્યના અતિથિગૃહમાં જઈએ છીએ. કાલે પુનઃ આપનાં દર્શન કરીશું.' “તમે જરૂર આવજો. મને કલાકારો ગમે છે.” કુમારે પોતાની સામે યોગ્ય જગ્યાએ રત્નવતીનું ચિત્ર ગોઠવ્યું અને ચિત્રદર્શનમાં એકાગ્ર બન્યો.
૧૧૭૨
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only