________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશગામિની વિદ્યા, અદશ્યકારિણી વિદ્યા... વગેરે અનેક વિદ્યાઓ તેણે સિદ્ધ કરી.
જેવી રીતે દેવોની દુનિયામાં વાનમંતર દેવો વિલાસી હોય છે, કુતૂહલપ્રિય હોય છે અને પરિભ્રમણશીલ હોય છે, એ જ રીતે આ વિદ્યાધરપુત્ર “વાનમંતર પણ વિલાસી હતો. કુતૂહલપ્રિય હતો અને પરિભ્રમણશીલ હતો. તે રૂપવાન હતો, પરાક્રમી હતો અને વિદ્યાધરોની દુનિયામાં લોકપ્રિય યુવાન હતો.
વિદ્યાધરો, જો એમની પાસે વિશિષ્ટ વિદ્યાસિદ્ધિઓ હોય તો, તેઓ જંબુદ્વીપથી માંડીને આઠમા નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે.
વાનમંતરે જંબુદ્વીપના ભરતક્ષેત્રના “અયોધ્યા નગરની પ્રશંસા સાંભળી. કોઈ પરિભ્રમણશીલ વિદ્યાધરે જ તેની સમક્ષ અયોધ્યાની પ્રશંસા કરી હતી. અયોધ્યાના ખૂબ સુંદર મદનનંદન' નામના ઉદ્યાનની પ્રશંસા કરી હતી. વાનમંતર આકાશમાર્ગે ગમન કરીને, અયોધ્યાના એ મદનનંદન ઉદ્યાનમાં પહોંચ્યો. વિશાળ ઉઘાન હતું. એ ઉદ્યાનમાં તેણે રાજકુમાર ગુણચંદ્રને જોયો...
જે ગુણચંદ્રને જોનારા, પહેલી જ દૃષ્ટિએ ગુણચંદ્રના અનુરાગી બની જતા હતા, પ્રશંસક બની જતા હતા, એ ગુણચંદ્રને પહેલી જ નજરે જોતાં વાનમંતરના ચિત્તમાં રોષ પ્રગટ થયો! વાનમંતર ગુણચંદ્રને ધિક્કારવા લાગ્યો... જેમ જેમ જોતો ગયો, વિચાર કરતો ગયો, તેમ તેમ એનો દ્વેષ પ્રબળ થતો ગયો.
એ અદશ્ય થઈને ગુણચંદ્રને જતો હતો. એને પોતાની વિદ્યાશક્તિઓનું અભિમાન જાગ્યું. ‘મને આ રાજકુમાર દીઠો ગમતો નથી, હું એને ભયભીત કરીને મારી નાખું.” વિચાર જાગ્યો.
ગુણચંદ્ર સાથે વાનમંતરને ઓળખાણ નથી થઈ, બંને વચ્ચે બોલવાનો વ્યવહાર નથી થયો... પરસ્પર કોઈ સંબંધ બંધાયો નથી. છતાં, માત્ર પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા અને તીવ્ર દ્વેષ પ્રગટ્યો... વાનમંતર પૂર્વજન્મનો વિષેણનો જીવ હતો ને!
૦ ૦ ૦. ગુણચંદ્ર પાસે વિદ્યાશક્તિઓ ન હતી, પરંતુ પુરબળ એટલું પ્રબળ હતું કે દેવીશક્તિ એને સહાય કરવા તત્પર રહેતી હતી. જે દૈવીશક્તિ, વાનમંતરની વિદ્યાશક્તિ કરતાં ચઢિયાતી હતી. સર્વોપરી હતી.
કર્મોની કેવી વિચિત્રતા હતી! વાનમંતર એની વૈતાઢચપર્વતની દુનિયામાં લોકપ્રિય હતો, પરોપકારી હતો અને સુપ્રસિદ્ધ હતો. જ્યારે બીજી બાજુ એ ગુણચંદ્ર પ્રત્યે હેપી બન્યો હતો. ગુણચંદ્રનો વેરી બન્યો હતો. ક્ષેત્રપાલે એને અપમાનિત કરીને,
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only