________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદશ્ય જગતમાં આવું બધું બન્યા કરતું હોય છે. જેવી રીતે દશ્ય જગત છે, તેવી રીતે અદશ્ય જગત પણ છે! ક્યારેક ક્યારેક અદૃશ્ય જગતમાં ડોકિયું કરીને જોનાર યોગીપુરુષો, એ જગતની અવનવી વાતો કહેતાં હોય છે. જોકે આ વાત કોઈને કહેવાની ઓછી હોય છે. સામાન્ય બુદ્ધિના મનુષ્યનાં મનમાં ન સમજાય એવી એ વાતો હોય છે.
પરંતુ આ વિશ્વમાં દેખાતાં બધાં કાર્યોનાં કારણો દશ્ય-દેખાતાં નથી હોતા. દેખાતાં કાર્યનું કારણ અદશ્ય પણ હોય છે, પરંતુ કારણરૂપે એને માનવું પડે છે.
૦ ૦ ૦ વિષેણ મરીને નરકમાં ગયો હતો.
નરકમાં અસંખ્ય વર્ષ સુધી કારમાં દુઃખ એણે સહ્યાં હતાં. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી, તેનાં ઘણાં ઘણાં પાપકર્મ ભોગવાઈ ગયાં હતાં, છતાં જે કોઈ પાપકર્મ બાકી રહી ગયેલાં, તે પાપકર્મ તેણે પશુઓના આઠ-દસ ભવો કરીને ભોગવ્યાં. ત્યાર પછી એને એક મનુષ્યભવ મળ્યો.
છત્રા નામની નગરીમાં જન્મ્યો. ગરીબ માતા-પિતાની ઝૂંપડીમાં જન્મ્યો. પિતા કેશવ અને માતા કાશીએ પુત્રનું નામ “ચંદ્ર રાખ્યું.
ચંદ્ર જેવો એ સૌમ્ય હતો. અને ઓછાબોલો હતો. એના ભાગ્યમાં ભણવાનું તો હતું જ નહીં. એ જ્યારે ૮-૧૦ વર્ષનો થયો, ગામનાં થોડાં પશુઓને ચરાવવા માટે જંગલમાં લઈ જતો. એને જંગલમાં ફરવાનું ગમતું. એ પશુઓની રક્ષા કરતો. એમને પ્રેમથી ચરાવતો...
નગરની પાસે, થોડે જ દૂર એક પહાડી હતી. પહાડીની આસપાસ જંગલ હતું. મોટા ભાગે ચંદ્ર એ જંગલમાં જ પશુઓને લઈને જતો. પશુઓને યોગ્ય ઘાસ અને વૃક્ષોનાં પાંદડાં ખૂબ મળતાં ત્યાં. ચંદ્ર ક્યારેક ક્યારેક પહાડીની કોઈ ગુફામાં પણ ફરી આવતો. બહુ ઊંડો નહોતો જતો, એને ભય લાગતો. એણે સાંભળેલું કે ગુફામાં સિંહ અને વાઘ રહેતા હોય છે!
એક દિવસ સિંહ-વાઘના બદલે ગુફામાં એક યોગીનાં દર્શન થયા. ચંદ્રને હર્ષ થયો. તેણે પ્રણામ ક્યાં..
પછી તો રોજનો ક્રમ થઈ ગયો. ધીરે ધીરે ચંદ્ર એમની સેવા કરવા લાગ્યો. ક્યારેક ફળ લાવે, ક્યારેક દૂધ લાવે. એક મહિના સુધી એ યોગીની સેવા કરી. યોગી એના પર પ્રસન્ન થયા. યોગીએ ચંદ્રને કહ્યું:
હે વત્સ, તારી સેવાથી હું તારા પર પ્રસન્ન થયો છું. તું માગ, જે તારે જોઈતું હોય તે!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૬
For Private And Personal Use Only