________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ, મારે કંઈ જોઈતું નથી. મારાં આ પશુઓ હેમખેમ રહે અને મારાં માતા-પિતા સુખી રહે એટલે બસ!' યોગીપુરુષે આશીર્વાદ આપ્યા, ને તેઓ ચાલ્યા ગયાં. ચંદ્રનો જંગલમાં જવા-આવવાનો ક્રમ ચાલતો રહ્યો. એક દિવસ અણધારી ઘટના બની. ચંદ્ર એક વૃક્ષની છાયામાં બેઠો હતો. પશુઓ એના આસપાસ ચરતાં હતાં. ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો. ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો.... અને અચાનક એક ગાય બરાડી ઊઠી. ચંદ્ર સફાળો ઊભો થઈ ગયો. એને અમંગલની ફાળ પડી. એણે એ ગાય તરફ જોયું. એની આંખો પહોળી થઈ ગઈ. એક વાધ ગાય ઉપર તૂટી પડ્યો હતો. ગાય પોતાનાં શિંગડાંથી વાઘનો સામનો કરી રહી હતી. ચંદ્ર દોડ્યો. તેની પાસે મજબૂત લાકડી હતી...
ચંદ્ર વાઘ પર ધડાધડ લાકડીના પ્રહાર કરવા માંડયા. બીજી બાજુ પચાસ ગાયો ભેંસો ત્યાં દોડી ગઈ.. વાઘને ઘેરી લીધો... વાઘ પર શિંગડાંના પ્રહાર થવા માંડ્યા... ચંદ્ર તો એનામાં જેટલું જોર હતું, તે સમગ્ર જોરથી લાકડીના પ્રહાર કરે. જતો હતો.... વાઘ મરી ગયો, ગાય બચી ગઈ... પરંતુ ચંદ્ર લોહીલુહાણ થઈ ગયો... જીવરક્ષાનો આનંદ એના મુખ પર હતો... ચંદ્રનાં માતા-પિતા શોધતાં શોધતાં ત્યાં આવ્યા. પશુઓ બધાં ચંદ્રને ઘેરીને ઊભા હતાં. પશુઓના માલિકો પણ ત્યાં આવી પહોંચ્યા. ચંદ્રની માતા, ચંદ્રના પિતા. કલ્પાંત કરવા લાગ્યાં. લોકોએ કપડાનો થેલો બનાવ્યો, ચંદ્રને તેમાં સુવાડ્યો અને સહુ નગરમાં લઈ આવ્યા. ઉપચારો કરવામાં આવ્યા. એક મહિને તે સારો થયો. પછી રોજ ચંદ્ર જીવદયાનું ખૂબ પાલન કરવા લાગ્યો. પરિણામે તેણે આરોગ્યના કારણભૂત શતાવેદનીય કર્મ બાંધ્યું અને સૌભાગ્ય તથા યશના કારણભૂત સૌભાગ્ય નામકર્મ અને યશકીર્તિ નામકર્મ બાંધ્યું.
તેનું આયુષ્ય પૂર્ણ થયું. તેનું મૃત્યુ થયું. તેનો જન્મ વતાયપર્વત પર વિદ્યાધર-કુળમાં થયો, રથનૂપુર રાજ્યના ચક્રવાલપુરમાં તેનો જન્મ થયો. પિતાનું નામ ચક્રવર્તી હતું, માતાનું નામ ચક્રેશ્વરી હતું. તેનું નામ “વાનમંતર પાડવામાં આવ્યું. યોગ્ય ઉંમરમાં આવતા વાનમંતરને અનેક કળાઓ સાથે કુળ પરંપરાથી ચાલી આવતી વિદ્યાઓ સાધવાનો આમ્નાય આપવામાં આવ્યો. ૧૫99
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only