________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{LઉપH]
અયોધ્યાનો રાજકુમાર ગુણચંદ્ર નગરના બાહ્ય ઉદ્યાનમાં પરિભ્રમણ કરી રહ્યો હતો. વનપાલકે ઉદ્યાનને હર્યુંભર્યું રાખ્યું હતું. ઉદ્યાનમાં ગુલાબ, મોગરો, ચમેલી, જૂઈ, રાતરાણી... વગેરે પુષ્પોના છોડ હતાં. અશોક, લીમડો, પીપળ, વડ... વગેરે અનેક પ્રકારનાં વૃક્ષો હતાં.
ગુણચંદ્ર યુવાન હતો. શસ્ત્રકળામાં પારંગત હતો. વિવિધ કળાઓમાં પણ તે નિપુણ બનેલો હતો. તે રૂપવાન હતો, છતાં સ્ત્રીઓ તરફ તે ઉદાસીન રહેતો હતો. તે ગુણવાન હતો, છતાં એની નમ્રતા અખંડ હતી. ગુણચંદ્ર પ્રકૃતિપ્રેમી હતો. એ પ્રકૃતિપ્રેમથી આકર્ષાઈને લગભગ રોજ ઉદ્યાનમાં આવતો હતો. ક્યારેક એના મિત્રો પણ ઉદ્યાનમાં સાથે આવતા. દાસ-દાસી પણ કુમારની પાછળ પાછળ આવી જતાં. તેઓ ઉદ્યાનમાં દૂર કરતાં, ધ્યાન કુમારનું રાખતાં.
એક દિવસની વાત છે. કુમાર ગુણચંદ્ર જૂઈની વેલ પાસે ઊભો રહી, જૂઈનાં શ્વેત પુષ્પોને જોઈ રહ્યો હતો, એ વખતે ત્યાં મહાભય ઉત્પન્ન કરનાર ભયંકર અવાજ થયો. જાણે બન્ને કોઈ મહાપર્વતને તોડવા વજનો પ્રહાર કર્યો હોય ને જેવો જોરદાર ધડાકો થાય, તેવો પ્રચંડ ધમાકો થયો. મિત્રો ધ્રુજી ગયા... દાસ-દાસીઓ ગભરાઈને દોડી આવ્યાં. “શું થયું? શું થયું?” ની બૂમો પાડવા લાગ્યાં. પરંતુ કુમાર નિર્ભય રહ્યો. અડગ અને અડોલ રહ્યો. તેણે મિત્રોને કહ્યું: ‘તમે ડરશો નહીં. હું તમારી સાથે છું!
એટલામાં પાસેનું જ તોતિંગ વૃક્ષ મૂળમાંથી જ ખડીને, કુમારની પાસે પડ્યું. વૃક્ષની એક ડાળીનો પણ તેને ઘસરકો લાગ્યો નહીં.... અચાનક બની ગયું. કોઈ કારણનો વિચાર કરે એ પહેલાં બની ગયું. કુમારે ચારે બાજુ દૃષ્ટિ દોડાવી, પરંતુ કિંઈ દેખાયું નહીં..
આપણે સહુ જમીન પર બેસી જઈએ અને ઈષ્ટદેવનું સ્મરણ કરીએ... આ કામ કોઈ પશુનું નથી કે કોઈ મનુષ્યનું નથી. ત્યાં ઉપસ્થિત સહુએ પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરવા માંડ્યું. ગુણચંદ્ર ક્ષેત્રપાલ'નું સ્મરણ કરવા માંડ્યું... ઉત્કૃષ્ટ પુષ્યના ઉદયવાળો પુરુષ દેવને પણ બોલાવી શકે છે. ગુણચંદ્ર ક્ષેત્રપાલનું સ્મરણ કરતાં, “ગમન રતિ” નામનો ક્ષેત્રપાલ દેવ ત્યાં આવી ગયો. જે અદશ્ય શક્તિએ ભયંકર અવાજ કરીને, મહાભય ઉત્પન્ન કર્યો હતો અને તોતિંગ વૃક્ષને પાડી નાખી કુમારને કચરી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, તે અદશ્ય શક્તિને, અદશ્ય રહેલા ક્ષેત્રપાલે પરાજિત કરી, ભગાડી દીધી!
૧૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only