________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાડી પર નજ૨ ફેરવી. તેને કશું અજુગતું ના દેખાયું પરંતુ તેના અજ્ઞાત મનમાં કંઈક વિચિત્ર સંવેદનો થતાં હતાં. છતાં તે મંદિરની પાસે જવા માટે પગથિયાં ચઢવા માંડવો. ઉપર પહોંચીને મંદિરની આગળના સપાટ મેદાન પર ઊભા રહીને જોયું તો એના મિત્રો આવતાં દેખાયાં. ‘આ બધા આવે, એ પહેલાં હું એ સેનમુનિને જોઈ આવું.'
વિષેણે મંદિરના ખંડેરમાં પ્રવેશ કર્યો. તેણે અંદરના એક અવાવરુ ભાગમાં મુનિને ધ્યાનસ્થ ઊભેલા જોયાં. એના મનને સંતોષ થયો. તેણે વિચાર્યું: ‘આ સારું થયું. આ સાધુ અહીં એકાંત સ્થળે છે. વળી એની પાસે એકેય હથિયાર નથી! માટે આ પાપીને મારી નાખું... અને વર્ષોની મારી ઈચ્છા પૂર્ણ કરું.' એણે કમરમાં ખોસી રાખેલી કટારી બહાર કાઢી. પુનઃ તેણે મુનિ તરફ જોયું. તેને વિચાર આવ્યો: ‘હમણાં મારા મિત્રો આવી જશે. સારંગ અને નારંગ તો બધી વાત જાણે છે. પરંતુ એ સિવાયના મિત્રો હું ‘મુનિને મારી નાખું' એ વાત પસંદ નહીં કરે. તેમાંય આ સેનમુનિ તો તેજસ્વી અને રૂપવાન દેખાય છે. તેમને જોઈને આ મિત્રો, એમને મારવા જતાં મને રોકશે... માટે હમણાં આને હું ના મારું. રાત્રે મારીશ!' તેણે કટારી મ્યાનમાં નાખી કમરમાં છુપાવી દીધી.
મિત્રો આવ્યા. મુનિને જોયા. રાજી થયા. મંદિરના ખંડેરની આસપાસ ફર્યા, ખુશ થયા. વિષેણે કહ્યું: ‘આપણે મંદિરની આગળના મેદાનમાં બેસીએ. થોડું ખાઈએ. મદ્યપાન કરીએ અને પછી ધીરે ધીરે નીચે ઊતરીએ. સંધ્યા સમય પણ થઈ જશે.
સહુએ ત્યાં ખાધુ-પીધું અને ગપ્પાં માર્યાં. સૂર્યાસ્તમાં બે ઘટિકા સમય બાકી હતો. સહુ નીચે ઊતરવા લાગ્યા.
એક ઝૂંપડામાં મિત્રો સૂઈ ગયા. બીજા ઝૂંપડામાં વિષેણ સૂઈ ગયો. તેને ઊંઘ શાની આવે? તે જાગતો જ પડ્યો રહ્યો. જ્યારે મધ્યરાત્રિનો સમય થયો ત્યારે તે ધીરેથી ઝૂંપડાંમાંથી નીકળ્યો. દેવીની ટેકરીનો રસ્તો હવે એને જાણીતો હતો. તે ઝડપથી ચાલવા લાગ્યો. ટેકરીનો ઢોળાવ સીધો હતો. વિષેણ એ ઢોળાવ પર બને તેટલી ઝડપે ચઢવા માંડ્યો. તેનાં ફેફસામાં પારાવાર શ્વાસ ભરાવા માંડયો. પહાડો ચઢવાનો તેને મહાવરો ન હતો. પરિણામે ઉતાવળ કરવામાં તેને શ્વાસ ચઢી જતો.
એક જગ્યાએ સીધે સીધો લપસ્યો. તેનાં કપડાં ધૂળથી રગદોળાયાં. ઢીંચણ અને હથેળીઓ પણ છોલાઈ હતી. પરંતુ અત્યારે તેને કશાની પરવા ન હતી. તે હતી એટલી શક્તિ વારીને, દેવીના મંદિરે પહોંચવા ઈચ્છતો હતો.
મંદિરના પટાંગણમાં પહોંચીને, વિષે સાવચેતી લીધી. તેના મનમાં ભય હતો. મંદિરની આજુબાજુની જગ્યાથી તે પરિચિત હતો. મંદિરના પાછલા બારણેથી તે પ્રવેશ કરવા માગતો હતો. રાત્રિનો સન્નાટો હતો. તેણે મંદિરમાં પ્રવેશ કર્યો. તેણે થોડી વાર નિરાંતનો દમ લીધો. મધમાખીઓના અવાજ સિવાય ક્યાંય કશો અવાજ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫:
For Private And Personal Use Only