________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરમાં રોકાયાં. હું ભોજન લેવા નગરમાં ગયો. આ મારો મિત્ર મંદિરમાં વિશ્રામ કરવા રોકાયો. અને જ્યારે હું પાછો આવ્યો ત્યાં સુધીમાં તો મિત્રની આ હાલત થઈ. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. હું પણ પ્રાણત્યાગ કરીશ.' એમ કહીને મહેશ્વર પાસે પડેલી પથ્થરની શિલા ઉઠાવી, આત્મહત્યા કરવા તૈયાર થયો. દર્શકોએ એને રોક્યો. શિલા એના હાથમાંથી લઈ લીધી. તેને પકડીને એક બાજુએ લઈ ગયાં. કરુણ રુદન કરતાં મહેશ્વરને, આશ્વાસન આપવા લાગ્યાં.
યશ-આદિત્યના જમાઈને રાજાએ શૂળી પર ચઢાવ્યો છે. આ વાત પવનવેગે. નગરમાં ફેલાઈ. દેવિનીને લઈને યશ-આદિત્ય વધસ્થાને આવ્યો. તે હાંફળ-ફાંફળં થઈ ગયો હતો. તેણે અરુણદેવને જોયો.
મહેશ્વરના કહેવાથી અરુણદેવને શૂળી પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. જમીન પર એક સ્વચ્છ ભૂમિભાગ પર તેને સુવાડી દેવામાં આવ્યો હતો. તે હજુ જીવતો હતો. યશ-આદિત્યે અરુણદેવના વીંધાઈ ગયેલા દેહને જોયો. તે મૂચ્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. યશ-આદિત્યની પાછળ એના સ્નેહી-સંબંધીઓ પણ આવી ગયા. સહુને અત્યંત દુઃખ થયું?
યશ-આદિત્યનું કેવું દુર્ભાગ્ય? રાત્રે પુત્રીના બે હાથ કપાયા અને સવારે જમાઈને રાજાએ શૂળી પર ચઢાવ્યો.”
યશ-આદિત્ય મૂછ દૂર થયા પછી એ કરુણ વિલાપ કરવા લાગ્યો. તેણે કહ્યું: મારા માટે લાકડાંની ચિતા બનાવો. હું ચિતામાં બળી મરીશ. મારે જીવવું નથી.”
બીજી બાજુ મંદિરના શિખરમાં છુપાયેલા બે ચોર પકડાઈ ગયાં. નગરરક્ષકો તેમને રાજા પાસે લઈ ગયાં. રાજાને યશ-આદિત્યના જમાઈને, શૂળી પર ચઢાવ્યાનો ઘોર પસ્તાવો થયો. વળી, શૂળી પાસેથી આવેલા નગરરક્ષકે કહ્યું: “મહારાજા, શ્રેષ્ઠી યશ-આદિત્ય શૂળી પાસે ગયાં. એમના જમાઈને શૂળીથી વીંધાયેલા જોઈને, મૂચ્છિત થઈ ગયાં. મૂછ દૂર થયા પછી, તેઓ કહે છે: “મારા માટે ચિતા ખડકો, હું બળીને મરી જઈશ. રાજાએ મારા જમાઈને ખોટી રીતે શૂળી પર ચઢાવ્યો.” તેથી નગરની પ્રજામાં રોષ ઊભરાયો છે. મહાજન પણ રોષે ભરાયું છે.”
રાજા તરત જ અશ્વ પર બેસીને, વધસ્થાને પહોંચ્યો. ત્યાં જઈને યશ-આદિત્યને આશ્વાસન આપ્યું, સાથે સાથે અરુણદેવને મંદિરમાંથી પકડનારા નગરરક્ષકોને ખૂબ ઠપકો આપ્યો.
યશ-આદિત્યને રાજાએ કહ્યું: “હે શ્રેષ્ઠી, અમારો ઈરાદો તમારા જમાઈને મારી નાખવાનો ન હતો. પરંતુ એમની પાસેથી જ તમારી પુત્રીના અલંકારો મળી આવેલા, લોહીભીની કટારી મળી આવેલી. તેથી આ જ ચોર છે” એમ સમજીને આ સજા કરેલી. હવે તમે બીજી બધી વાત છોડો. તમારા જમાઈને તમારા ઘરે લઈ જાઓ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only