________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. જ્યાં લાભ હોય ત્યાં ગેરલાભ જુએ છે, જ્યાં ગેરલાભ હોય ત્યાં લાભ જુએ છે. પરિણામે અનર્થ પામે છે.
* પ્રમાદને પરવશ બનેલો જીવ, વડીલો કે ગુરુજનોનો વિનય કરતો નથી. તેમના પ્રત્યે બહુમાન રાખતો નથી.
* પ્રમાદથી ઘેરાયેલા જીવો, સજ્જનોનો ઉપદેશ સાંભળતા નથી. ગુરુજનોનાં હિતકારી વચનો સાંભળતા નથી. કોઈની સારી વાત પણ સાંભળતા નથી.
* જેઓને ૨ાત્રે ને દિવસે ઊંઘવાનું જ ગમતું હોય છે, તેઓ ધર્મ-અર્થ-કામ આ ત્રણે પુરુષાર્થમાં પાંગળા બને છે.
* જેઓ વિષયપ્રમાદમાં ડૂબેલા રહે છે. રંગરાગ અને ભોગવિલાસમાં લીન રહે છે. તેઓ અર્થપુરુષાર્થ અને ધર્મપુરુષાર્થની ઉપેક્ષા કરનારા બને છે. તેથી જીવન હારી જાય છે.
* જેઓ કષાયપ્રમાદમાં ઘેરાય છે, તેઓ તો પોતાનો સર્વનાશ કરે છે. તેમના પ્રત્યે કોઈને પ્રીતિ રહેતી નથી, અવિનય અને અવિવેકથી એમના શત્રુઓ વધે છે. તેમના ઉ૫૨ કોઈ વિશ્વાસ કરતું નથી. તેઓ સર્વસ્વ હારી જતા હોય છે.
♦ પરનિન્દા અને સ્વપ્રશંસાનો પ્રમાદ, જીવોને સત્પુરુષોનો સંપર્ક થવા દેત નથી. આ લોકો પોતાને જ ‘સત્પુરુષ’ માનતા હોય છે. પોતાને જ મહાન માનતા હોય છે.
* મદ્યપાન કરનારા તો પોતાની જાતને જ ભૂલી જતાં હોય છે. એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે. વિવેકશૂન્યતા આવી જતી હોય છે.
આચાર્યદેવની વાણી સાંભળીને, રાજા બ્રહ્મદેવ ગંભીર વિચારોમાં ડૂબી ગયા. તેમણે આચાર્યદેવને નમ્રભાવે પૂછ્યું:
‘હે ભગવંત, પ્રમાદને પરવશ બનીને, અમે ઘણાં પાપકર્મ બાંધ્યા છે, જેના પરિણામે અમારે નરક કે નિગોદમાં જ જવું પડે. પરંતુ પ્રભો, એવો કોઈ ઉપાય છે, કે જે કરવાથી અમારે ન૨ક-નિગોદનાં કે પશુયોનિનાં દુ:ખો ના ભોગવવાં પડે?’ ‘છે ઉપાય... રાજન!' આચાર્યદેવે કહ્યું.
‘ભગવંત, કયો ઉપાય છે?’
‘સર્વ આરંભ અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, અપ્રમત્તપણે ચારિત્રધર્મની આરાધના. રાજન, ‘અપ્રમાદ’ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ જાતના પ્રમાદ વિના જીવન જીવવું, એ જ કર્મોનો નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે!
1938
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો