________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કરી!’
‘તેઓએ શું કહ્યું?’
‘વાત સાંભળી. તર્ક કર્યાં. છેવટે કહ્યું: ‘જા, શાન્તિમતીને મળ. પછી બીજી વાતો
કરીશું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે અહીંથી ક્યારે રવાના થવું છે?'
‘મહારાજા અનુમતિ આપે તો કાલે સવારે નીકળી જઈએ.’
‘મને નથી લાગતું કે આવતી કાલે સવારે મહારાજા અનુમતિ આપે.'
‘સાચી વાત છે તારી, બેટી!' મહારાજા પોતે ખંડમાં પ્રવેશ્યા.
‘કુમાર!’
‘મહારાજા’
શાન્તિમતી અને કુમાર ઊભા થઈ ગયા. મહારાજાને પલંગ પર બેસાડી, બંને મહારાજાનાં ચરણોમાં બેઠાં.
‘કુમાર, તું કાલે નહીં જઈ શકે,’
જેવી આપની આજ્ઞા.’
'મારું મન કહે છે કે હવે તું સંસારમાં નહીં રહી શકે. તું દીક્ષા લેવાનો જ.' શાન્તિમતીની આંખો વરસવા લાગી. તે ડૂસકાં ભરવા લાગી. મહારાજાએ એના માથે હાથ મૂક્યો.
બેટી, શા માટે રડે છે? કુમારે સિંહપુરુષના માર્ગે જવાનો સંકલ્પ કર્યો છે. તે ઈન્દ્રિયવિજેતા બન્યો છે. બેટી, હવે એને તું અને હું સંસારમાં રોકી રાખીશું તો જરૂર રહેશે, પણ એ ચારિત્ર વિના તરફડશે. એનું હૃદય પારાવાર વેદના અનુભવશે. કહે, એમ કરવું છે? મને મારા કુમાર પર વિશ્વાસ છે કે એ તારી ‘ના’ ઉપર દીક્ષા નહીં લે, મારી ‘ના’ પર, આપણો એ ત્યાગ નહીં કરી જાય.
પરંતુ બેટી, સાચા પ્રેમનો જે અર્થ હું સમજ્યો છું. એ આ છે કે આપણા મોહ ખાતર, સ્વાર્થ ખાતર આપણે આપણા પ્રેમીના હૃદયને ના દૂભવીએ! અને જો એને એના માર્ગે જવા દઈએ તો એના ત્યાગ કરતાં આપણો ત્યાગ ચઢિયાતો બની જાય!’ શાન્તિમતી આંસુભીની આંખે મહારાજા સામે જોઈ રહી. કુમારની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી.
મહારાજા આગળ બોલ્યા:
‘હું નગરમાં આઠ દિવસનો ભવ્ય ઉત્સવ રચાવવા ઈચ્છું છું. આપણે કુમારને ભવ્ય વિદાય આપીએ. પછી આપણે સહુ સાથે ચંપા જઈશું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૪૭