________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં ઉપસ્થિત સાધુઓની આંખો ભીની થઈ ગઈ. સહુ મુનિઓનાં મસ્તક ભૂમિને સ્પર્શ કરીને રહ્યાં. એક સ્થવિર મુનિ ગદ્ગદ્ સ્વરે બોલ્યા:
હે સત્ત્વશીલ મુનીશ્વર, તમે જિનકલ્પ’ ધારણ કરી, તમારું પરમ હિત સાધશો. તમારો માર્ગ કુશળ હો. હે મહામના, અમે અજ્ઞાનવશ, પ્રમાદવશ તમારા પ્રત્યે કોઈ અપરાધ કર્યો હોય, તેની અમે ક્ષમા માગીએ છીએ.'
સેનમુનિ, સિંહની જેમ એકલા ત્યાંથી વિહાર કરી ગયાં. જનસમૂહમાં ને સાધુ સમુદાયમાં એમના ગુણોની પ્રશંસા થવા લાગી.
આચાર્યદેવ હરિષણ, મુનિ પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયાં. સાધ્વીસમુદાય સાથે સાધ્વી શાન્તિમતીએ પણ ત્યાંથી વિહાર કર્યો. પલ્લીપતિ, કે જેઓ “ભલમુનિ' તરીકે પ્રસિદ્ધ થયાં હતાં, તેમની ઈચ્છા પણ સેનમુનિની જેમ જીવન જીવવાની હતી. આચાર્યદેવે તેમને
૧. શરીર સંલેખના અને ૨. કપાય સંલેખનાનો શ્રેષ્ઠ માર્ગ સમજાવ્યો.
છેવટે તેમણે તથા મુનિ અમરગુરુએ “અનશનવ્રત' સ્વીકારીને, સાધુજીવન સફળ કર્યું. જ્યારે સેનમુનિ ગામ.. નગર, અરણ્ય તથા શૂન્ય ખંડેરોમાં ધ્યાન ધરતાં.... વિચરતાં હતાં... ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત્રિ-દિવસ વિચરતા રહેતાં.
#
જે
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only