________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપણ! સાત લુચ્ચા, લફંગા મિત્રોની ટોળી જામી ગઈ. વિષેણ જ્યારે ચંપાથી ભાગ્યો ત્યારે તેની પાસે ઝવેરાત હતું. ઝવેરાત વેચતો ગયો અને રૂપિયા ઉડાવતો ગયો. રોજ રાત્રે એના નિવાસસ્થાનમાં મહેફિલ જામતી. શરાબ અને સુંદરીના રવાડે ચઢી ગયો.
પરંતુ જ્યારે તેને એકાંત મળતું ત્યારે એને સેનકુમાર યાદ આવતો અને એના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, રોષ અને ધિક્કારની તીવ્ર ભાવના જાગતી. “હું એને મારી નાખું. એને મારીને જ મને સંતોષ થશે.” આ વિચાર એના ચિત્તમાં ઘોળાતો રહેતો હતો.
એક દિવસ સંધ્યાના સમયે વિષેણ સેનકુમારના આવા જ અશુભ વિચારોમાં તલ્લીન હતો, એનો મિત્ર સારંગ આવી ચઢ્યો. વિષેણની પાછળ જઈને ઊભો રહ્યો. પાછળથી એણે વિષેણની બંને આંખો પર પોતાના બે પંજા દાબી દીધાં. વિષેણ સમજી ગયો કે, “આ સારંગ છે.”
કોણ? સારંગ છે ને?' સારંગ હસી પડ્યો, વિર્ષણની પાસે આવીને, ઊભો રહી ગયો, “મિત્ર, આજે કોઈ ગંભીર વિચારમાં છે કંઈ?”
બીજા કોના? સેનકુમારના વિચારમાં છું.” મિત્ર, તું તો ચંપાના સમાચાર જાણતો જ નથી? સેનકુમારે એની પત્ની સાથે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. એના બાળપુત્રને રાજસિંહાસન પર બેસાડી દીધો છે. અને જ્યાં સુધી એ યૌવનમાં ન આવે ત્યાં સુધી વિશ્વપુરના મહારાજા એની જવાબદારી સંભાળશે!'
જો સારંગ, મને ચંપાના રાજસિહાસન સાથે કે રાજ્ય સાથે કોઈ સંબંધ નથી, મારે એ કંઈ જોઈતું નથી. “જવાબદારી' નામના જંતુ પ્રત્યે મને નફરત છે. આપણે તો નિબંધ બનીને, જીવવામાં માનીએ છીએ! બસ, ઈચ્છા મુજબ ખાવા-પીવાનું, ઈચ્છા મુજબ ફરવાનું - રખડવાનું અને મોજમજા કરવાની. બસ, મારા જીવનનું એક જ લક્ષ્ય છે, સેનકુમારને જલદીથી જલદી યમલોકમાં પહોંચાડી દેવાનું!'
કૃતમંગલાનગરીમાં જ વિષેણે નિવાસ કર્યો હતો. તેની સાથે જ ચંપાથી સારંગ વગેરે એના મિત્રો આવ્યાં હતાં. ત્રણેક મિત્રો કૃતમંગલાના હતાં. વિષેણ પાસે એના જીવનકાળમાં ન ખૂટે એટલું ધન હતું. એટલે એને પૈસાની કોઈ ચિંતા ન હતી. એને એક જ આકુળતા હતી - સેનકુમારની હત્યા કરવાની! તેણે સારંગને કહ્યું:
૧૧૫૬
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only