________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સમરકેતુ ગંભીર વિચારમાં ડૂબી ગયા. થોડી વાર પછી તેમણે કુમાર સામે દૃષ્ટિ સ્થિર કરી.
'કુમાર, આમ તો સંસારનાં સુખો નિઃસાર જ છે. બીભત્સ છે. અલ્પકાલીન છે. શાન્ત ચિત્તે વિચારતાં આ સુખો ખરેખર, સુખો જ લાગતાં નથી, માત્ર સુખનો આભાસ છે. પરંતુ આ બધાં બંધનો, અજ્ઞાનદશામાં બંધાઈ ગયેલાં હોય છે, એ બંધનો તોડવાં ઘણાં મુશ્કેલ હોય છે. કુમાર, તેં મનથી મોહનાં પ્રબળ બંધનો તોડી નાંખ્યા છે. આંતરશત્રુ પર વિજય પામવાનું દુષ્કર કાર્ય તે કર્યું છે. પરંતુ તે છતાં, અનાસક્ત હૃદયથી તારે શાન્તિમતી અને અમરસેનનું પાલન કરવું જોઈએ.”
‘હું એને સમજાવીશ. એના ચિત્તનું સમાધાન કરીશ. એ પ્રસન્ન ચિત્તે મને વિદાય આપશે તો જ હું ચારિત્રમાર્ગે જઈશ.
બાળકુમારનું શું?” એનો રાજ્યાભિષેક કરીશ. મંત્રીમંડળને એની જવાબદારી સોંપીશ. એના મામાઓ એની રક્ષા કરે એવા છે.” સારું, તું પહેલાં શાન્તિમતીને તો મળ!' મહારાજા બોલ્યા.
૦ ૦ ૦ યુદ્ધમાં આપનો ઝળહળતો વિજય થયો. તે સમાચાર સાંભળીને, હૈયું નાચી ઊડ્યું. ખૂબ હર્ષ થયો.” સેનકુમારનું સ્વાગત કરી, એની આરતી ઉતારી, કુમારને પલંગ પર બેસાડી, સાત્તિમતીએ કુમારને અક્ષતથી વધાવ્યો.
દેવી, એક બાજુ યુદ્ધમાં વિજય થયો. બીજી બાજુ હરિપેણ આચાર્યદેવ શિષ્ય પરિવાર સાથે ચંપામાં પધાર્યા'
‘આપના કાકા, ચંપાના રાજેશ્વર! “હા, મેં એમને પિતાથી પણ વધારે ચાહ્યાં હતાં, એ તું સારી રીતે જાણે છે.'
એમનાથી પણ વિશેષ પ્રેમ આપને મહારાણી તારપ્રભા ઉપર હતો. એ આપની અતિ પ્રિય માતા હતી.” તારપ્રભાની સ્મૃતિ થતાં કુમારની આંખો ભીની થઈ ગઈ. શાન્તિમતીએ તરત સાડીના પાલવથી આંખો લૂછી નાખી.
‘દેવી, એ બંનેના ઉપકારોને યાદ કરું છું ત્યારે અકથ્ય વેદના અનુભવું છું. એ ઉપકારી મહાપુરુષ ચંપામાં પધાર્યા છે. મેં એમનો ઉપદેશ સાંભળ્યો. જાણે કે એ મારો ઉદ્ધાર કરવા જ પધાર્યા હોય, એમ મને લાગે છે.'
એટલે?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only