________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એમનો ઉપદેશ સાંભળી, વૈષયિક સુખો પ્રત્યે મારું મન સાવ જ વિરક્ત થઈ
ગયું.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાપુરુષોની વાણીની અસર જરૂ૨ થાય, પરંતુ તે અસર અલ્પકાલીન હોય છે.’ શાન્તિમતીએ કહ્યું:
‘મનુષ્યના સંયોગો બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય તો અસર જતી રહે, એ વાત સાચી. પરંતુ સંયોગો અને વાતાવરણ અનુકૂળ રહે તો અસર કાયમ રહે. જીવ નિમિત્તવાસી હોય છે. નિમિત્તો સારાં તો જીવન સારું!
‘પરંતુ રાજ્યની ખટપટોમાં એ બધી ધાર્મિક-આધ્યાત્મિક અસરો ક્યાં સુધી રહેવાની? વળી, આચાર્યદેવ તો પાછા ત્યાંથી વિહાર કરી જવાના ને!'
દેવી, હું પણ એમની સાથે જ વિહાર કરી જવા ઈચ્છું છું. કુમાર અમરસેનનો રાજ્યાભિષેક કરીને, એની જવાબદારી તને સોંપીને, હું દીક્ષા લેવા ઈચ્છું છું.'
‘દીક્ષા? આપ દીક્ષા લેશો? શાન્તિમતીને ચક્કર આવી ગયા. કુમારે તેને ઉપાડીને પલંગમાં સુવાડી દીધી. શીતળ પવનથી અને શીતળ જળથી એ ભાનમાં આવી. પલંગ ઉપર બેસી ગઈ. કુમારના ખભે મસ્તક મૂકીને રડી પડી. થોડી વાર મૌન રહીને કુમારે કહ્યું:
‘કેમ, મારો નિર્ણય ના ગમ્યો?’
‘નિર્ણય ગમ્યો, પણ હમણાં નહીં. કુમારને યુવાન થવા દો. રાજ્યને સંભાળવાની યોગ્યતા આવવા દો. પછી તમારી સાથે હું પણ...'
‘દેવી, તારી ભાવના ઉત્તમ છે. પરંતુ કુમાર યુવાનીમાં આવે ત્યાં સુધી મહાકાળ સાથે આપણે કરાર કરી શકીશું ખરા? કે ‘અમારો પુત્ર યુવાન ન થાય, ત્યાં સુધી તારું અમને ઉપાડી ના જવા? એ યુવાન થઈ જાય, પછી અમે દીક્ષા લઈશું. દીક્ષા પાળીશું. પછી અમને ઉપાડી જવા હોય તો ઉપાડી જજો! દેવી, કાળ અને કર્મના ભરોસે રહેવા જેવું નથી. ક્યારે એ દગો દે તે નક્કી નહીં. આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાની જ્યારે ભાવના જાગે ત્યારે કરી લેવો જોઈએ.
११४७
દેવી, અનંત પુણ્યનો ઉદય હોય ત્યારે મનુષ્યજીવન મળે છે. ઉત્તમ કુળ મળે છે અને સત્પુરુષોનો સમાગમ મળે છે! એથી પણ વિશેષ, મનુષ્યના હૃદયમાં ચારિત્રધર્મ સ્વીકારવાનો વીર્યોલ્લાસ પ્રગટે છે! શાન્તિ, મારા હૃદયમાં વીર્યોલ્લાસનો ઝરો ફૂટયો છે. એટલે જ કાકા-આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. તેઓને ચંપામાં રોક્યા છે અને તમને બંનેને લેવા માટે અહીં આવ્યો છું.’
‘અહીં મહારાજાને આપની ભાવનાની જાણ કરી?’
For Private And Personal Use Only
ભાગ-૩. ભવ સાતમાં