________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોકે “કલ્યાણમિત્ર' તરીકે અરુણદેવ તને યાદ રાખે અને તું અરુણદેવને યાદ કરી શકે, પરંતુ માત્ર મિત્ર તરીકે એના પ્રત્યે નેહ નહીં રાખવાનો.
હે મુનિ, જેને આપણું મન પ્રિય માને છે, એનો સંયોગ ઈચ્છે છે. આપણે મુનિ છીએ. નેહીઓના સંયોગ વિયોગનું આપણે ચિંતન જ નથી કરવાનું! એ ચિંતન ‘આર્તધ્યાન” કહેવાય છે. એટલે કે “પાપવિચાર' કહેવાય છે. - પ્રિયની કલ્પના જીવ કરે છે એટલે અપ્રિયની કલ્પના આવી જ જાય છે! પ્રિયાપ્રિયની કલ્પનાઓમાં જીવ ફસાય છે, પછી તે તત્ત્વરમણતા કરી શકતો નથી. પ્રિયાપ્રિયની કલ્પનામાં જીવ રાગદ્વેપ કરે છે. રાગદ્વેષથી પાપકર્મ બાંધે છે.
આ સાધુજીવન પાપકર્મ બાંધવા માટે નથી, પાપકર્મોની નિર્જરા કરવા માટે છે. કર્મનિર્જરાના લયથી જ આ જીવન જીવવાનું છે.
હે વત્સ, મૈત્રીને વ્યાપક કર. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર. એ મૈત્રીભાવ રાગસ્વરૂપ નથી હોતો. એ મૈત્રીભાવ હિતવરૂપ હોય છે. આ રીતે સંયમધર્મનું પાલન કરવાથી તું મુક્તિ પામીશ.”
0 0 0 આચાર્યદેવની પાસે દેવિની અને અરુણદેવ વિનયપૂર્વક બેઠાં, આચાર્યદેવે તે બંનેને કહ્યું:
હે મહાનુભાવો, તમારો સંબંધ પૂર્વજન્મોથી ચાલ્યો આવે છે. હવે સંબંધનો આ જન્મમાં અંત લાવી દેવાનો છે. તે માટે તમારે પરસ્પર કોઈ પ્રેમ રાખવાનો નહીં.
ભવિષ્યમાં આવતા જન્મમાં) અમારો પતિ-પત્નીનો સંબંધ થાઓ,’ એવો વિચાર પણ તમારે કરવાનો નથી.
આ સંસારમાં બધા જ સંબંધો પરિવર્તનશીલ છે, કોઈ સંબંધ શાશ્વત નથી. માટે તમે તમારા આત્મભાવમાં રમણતા કરજો. આસક્તિનું બંધન તોડી નાખજો. છેશ્રી નવકાર મંત્રનું સ્મરણ કરજો. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખજો.
અપ્રમત્ત રહેજો, પ્રમાદ ના થઈ જાય, એની કાળજી રાખજો. કે મનને પરમાત્મધ્યાનમાં જોડજો. કે કોઈ પણ પાપવિચાર મનમાં ના આવી જાય, તે માટે જાગ્રત રહેજો. વધારે તમને શું કહું? તમે સ્વેચ્છાથી અનશનવ્રત લીધું છે. જે ચઢતે પરિણામે વ્રત લીધું છે... એ મનના પરિણામ ચઢતાં જ રહેવા જોઈએ.” “ભગવંત, આપની કૃપાથી અમારું અનશનવ્રત સફળ બનશે.” તથાસ્તુ!” આચાર્યદેવે આશીર્વાદ આપ્યા.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only