________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં ઘણી ચોરીઓ કરી. ઘણા મનુષ્યોને ત્રાસ આપ્યો. દુઃખ આપ્યું. અંગોપાંગ છેદી નાખ્યા. ખૂબ ખોટા કામ કર્યા. મારાં એ ખોટાં કામ મિથ્યા થાઓ.”
મેં પરસ્ત્રીનાં શીલ ભાંગ્યાં. કુમારીઓ સાથે ભોગ ભોગવ્યા.” દુરાચાર-વ્યભિચાર સેવ્યા, ઘોર પાપ કર્યો. મારા આ પાપ મિથ્યા થાઓ.’
મેં ધનનો ખૂબ લોભ કર્યો. આસક્તિ બાંધી, લોભને પરવશ બની મેં ક્રોધ કર્યો. માયા કરી. મેં દૂર કર્મ કર્યા. મારાં એ પાપ મિથ્યા થાઓ.’
હું આ બધાં પાપોને ધિક્કારું છું. આત્માની અધોગતિ કરનારાં આ દુષ્કૃત્યો હું ભવિષ્યમાં ક્યારેય નહીં જ કરું.” આવો સંકલ્પ કરજે. રોજ રોજ સવારે બપોરે અને સાંજે પાપોને આ રીતે ધિક્કારજે.” આચાર્યદેવે “યશ-આદિત્ય મુનિને કહ્યું:
૦ ૦ ૦ હે મહાભાગ, તમે સંસારનો ત્યાગ કર્યો. સંયમધર્મનો સ્વીકાર કર્યો, એ મહાન ધર્મપુરુષાર્થ કર્યો છે. પરંતુ એક વાત તમે સાંભળો.
તમારા વૈરાગ્યનું મૂળ કારણ છે તમારી પુત્રીનું દુઃખ! તમારી પુત્રીના હાથ કપાયા, અને સાથે સાથે પુત્રીના જ દાગીનાના નિમિત્તે તમારા જમાઈને શૂળી પર ચઢવું પડ્યું - આ દુઃખદ ઘટના તમારા વૈરાગ્યનું મૂળ કારણ છે.
હે મહાનુભાવ, તમારા ચિત્તમાં પુત્રી પ્રત્યે સ્નેહ ના રહેવો જોઈએ, એ અગત્યની વાત છે. કોઈ સ્વજન પ્રત્યે તમારા મનમાં સ્નેહનું બંધન ન રહેવું જોઈએ. હવે તમારે વિચારવાનું કે “આ સંસારમાં મારા કોઈ સ્વજનો નથી. હવે મેં લોકોત્તર માર્ગ પકડ્યો છે. ચારિત્રધર્મની આરાધનામાં “સ્વજન સ્નેહ' વિનભૂત બને છે. મારે તો સમતા અને શુદ્ધોપયોગને જ મારા સ્વજનો માનવાનાં છે.'
મહાનુભાવ, સંસારનો કોઈ સંબંધ શાશ્વત નથી. સંબંધો બધા જ બદલાયા કરે છે. જો આ તારી પુત્રી અને આ તારો જમાઈ, પૂર્વજન્મમાં માતા-પુત્ર હતાં! આ જનમમાં પતિ-પત્નીનો સંબંધ થાત! આ તો યોગાનુયોગ એ બંનેને વૈરાગ્ય થયો અને અનશનવ્રત લઈ લીધું. એટલે કોઈ પણ સંસારી સંબંધને ચિત્તમાં લાવવાનો નહીં. એનો વિચાર જ નહીં કરવાનો.
સંસારના સ્નેહીઓનાં સુખ-દુઃખનો વિચાર નહીં કરવાનો. એ સહુ ધર્મપુરુષાર્થ કરતાં રહે, એવી શુભ ભાવના ભાવવાની. આચાર્યદેવે મહેશ્વરમુનિને કહ્યું :
હે મુનિ, તારો વૈરાગ્ય પ્રશંસનીય છે. તારા મિત્રની થયેલી કદર્શન જોઈને, તને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયા, તે સારું થયું. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે કે મિત્રસ્નેહ તારા હૃદયમાં સ્થાયી ના બની જાય.
૧૧૪
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only