________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. શ્રેષ્ઠી યશ-આદિયે દીક્ષા લીધી.' આ સમાચાર નગરમાં વાયુવેગે ફેલાઈ ગયાં.
‘દેવિની અને અરુણદેવે અનશનવ્રત લઈ લીધું.' - આ સમાચાર નગરમાં સર્વત્ર પ્રસારિત થઈ ગયાં.
અરુણદેવના મિત્ર મહેશ્વરે દીક્ષા લઈ લીધી.' - આ સમાચાર ચોરે ને ચૌટે પ્રસરી ગયો
કે આ સમાચાર ‘કટક' નામના ચોરને મળ્યા, જે ચોરે દેવિનીના હાથ કાપીને, તેનાં રત્નજડિત કંગન લઈ લીધાં હતાં, જે ચોરે એ કંગન અરુણદેવની પાસે મૂકીને, તેને ચોરરૂપે પકડાવી દીધો હતો.
તે ચોરે આ બધા સમાચાર સાંભળ્યા. તે સ્તબ્ધ થઈ ગયો. તેનો અંતરાત્મા જાગી ગયો. તેના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. તે આચાર્યદેવની પાસે આવ્યો. ગદ્ગદ સ્વરે તેણે કહ્યું: “હે ભગવંત, મેં અધમાધમ પાપ કર્યું છે. કુંવારી કન્યાના મેં હાથ કાપી નાખ્યા, માત્ર લોભ ખાતર. પ્રભો, પહેલાં મારે એ કન્યાની ક્ષમા માગવી છે. મેં સાંભળ્યું છે કે એણે અનશન વ્રત લીધું છે. એના ભાવિ પતિએ પણ અનશનવ્રત લીધું છે. અહો, એ ઉત્તમ જીવો તો ભવસાગર તરી જશે, હું ડૂબી જવાનો. કૃપા કરો મારા પર.'
તેને, જ્યાં દેવિની અને અરુણદેવ રહેલાં હતાં, ત્યાં લઈ જવામાં આવ્યો. તેણે દેવિનીનાં ચરણોમાં કલ્પાંત કરતાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવિનીની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.. “બેટી, તું તો મારી પુત્રી જેવી કહેવાય, મેં તારા હાથ કાપી નાખ્યાં. હું પાપી... હવે જીવવા ઈચ્છતો નથી, હું પ્રાણત્યાગ કરીશ.'
પછી તેણે અરુણદેવના ખંડમાં જઈને, અરણદેવનાં ચરણે પ્રણામ કર્યા. રોતાં રોતાં તે બોલ્યો: “હે પરદેશીકુમાર, મારા નિમિત્તે તમારે શૂળી પર ચઢવું પડ્યું. મેં જ તમારી પાસે બે કંગન અને કટારી મૂક્યાં હતાં, તમે પકડાયા. શૂળી પર ચડ્યાં. અહો, મારા કારણે તમારે કેવું ઘોર દુઃખ સહવું પડ્યું? મેં કેવું ઘોર કૃત્ય કર્યું? હું ખરેખર કાળમુખો છું. મોટું દેખાડવા લાયક નથી. હું મારી જાતને ભડભડતી આગમાં ઝીંકી દઈશ.”
તે આચાર્ય ભગવંત પાસે આવ્યો. તેણે કહ્યું: “હે દેવ, મારાં કેટલાં પાપ કહું? આ જીવન જ પાપમય ગયું છે. હવે આપ જ કહો, હું શું કરું?'
આચાર્યદવે “મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ મુક્યો. ચોરની માનસિક સ્થિતિ જોઈઅહો, આના મરવાના વિચારો નિશ્ચિત છે. વિચાર્યું. “આને એમને એમ આર્તધ્યાનમાં નથી મરવા દેવો. એનું પણ મૃત્યુ ધર્મધ્યાનમાં થાય તો એની સદ્ગતિ થાય!'
આચાર્યદેવે તેને કહ્યું: “વત્સ, દરેક જીવ કર્મવશ હોય છે. કર્મવશ જીવ કયું પાપ નથી કરતો? કર્મોની વિચિત્રતા જ સંસારની વિચિત્રતાનું કારણ છે. હવે શોક ના કર. સ્પાંત ના કર. તારે મૃત્યુને જ ભેટવું છે ને? તો તું પણ અનશનવ્રત ધારણ કર.”
ભાગ-૩ + ભવ સાતમો
૧૧૮
For Private And Personal Use Only