________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કોઈ પણ જાતના પ્રમાદ વિનાનું જીવન, સમગ્ર કલ્યાણને સાધી આપનારું જીવન છે.
ઉત્કૃષ્ટ કોટિનું અપ્રમાદી જીવન, પરિપૂર્ણ જ્ઞાનને પમાડનારું જીવન છે.
શ્રેષ્ઠ કોટિનું અપ્રમત્ત જીવન, આ લોક-પરલોકમાં સપુરુષોની દૃષ્ટિમાં પ્રશંસનીય જીવન છે.
અતિશયરૂપ અપ્રમત્ત જીવન, સાચો આત્માનંદ-પરમાનંદ અનુભવ કરાવનારું જીવન છે.
રાજન, કર્મબંધનું પ્રબળ નિમિત્ત આ પ્રમાદ છે. નિમિત્ત દૂર થઈ જતાં, જીવ નવાં કર્મ બાંધતો નથી. મહાપ્રસાદથી બાંધેલાં કર્મોને જીવ, અપ્રમત્ત નિરતિચાર ચારિત્રથી ખપાવી નાખે છે, અર્થાત્ આત્માને કર્મોથી મુક્ત કરી દે છે. પછી તે આત્મા જન્મ-મૃત્યુથી પર બની જાય છે. રોગ-શોક આદિ દુઃખોથી મુક્ત થઈ જાય છે. એવા મોક્ષમાં એ જીવ જાય છે કે ત્યાંથી ક્યારે પણ એને આ સંસારમાં આવવું પડતું નથી. અનંતકાળ સુધી ત્યાં જ પરમાનંદ અનુભવતો રહે છે.
કર્મથી મુક્ત જીવ, શરીરથી પણ મુક્ત હોય છે. શરીરના બંધનથી મુક્ત આત્મા. અજર-અમર અને અરજ બની જાય છે. રાજન, એક જ વાર આવી સ્થિતિ પ્રાપ્ત કરી લેવાની છે, પછી એમાં કોઈ પરિવર્તનની શક્યતા રહેતી નથી.
અપ્રમત્ત નિરતિચાર ચારિત્રના પાલન માટે રાજન, તમારા આત્માનો ઉલ્લાસ જોઈએ, વર્ષોલ્લાસ જોઈએ. આત્મવીર્યથી જ એવું શ્રેષ્ઠ અપ્રમત્ત સાધુજીવન જીવી શકાય છે. આ દુનિયામાં વિવિધ પ્રલોભનોમાં મન ખેંચાઈ ન જાય, તેવું આત્મવીર્ય જોઈએ. દુનિયાના વિવિધ ભયોથી મન સુબ્ધ ના બની જાય તેવું આત્મવીર્ય પ્રગટવું જોઈએ. ઉપસર્ગો આવે, પરિષહ આવે ત્યારે મન જરાય વિચલિત ના થાય, એવું ઉત્કૃષ્ટ આત્મવીર્ય જોઈએ.”
રાજાએ પૂછુયું: “ભગવંત, આ દેવિની અને અરુણદેવનાં પાપકર્મ હજુ છે ખરાં? ભવિષ્યમાં એ પાપકર્મોનું ફળ ભોગવવું પડશે?'
રાજન, અપ્રમાદનું બીજ એમણે વાવી દીધું છે. અપ્રમાદથી તેમણે ઘણાંબધાં કર્મોનો નાશ કરી દીધો છે. કર્મપરંપરાને તોડી નાખી છે. હજુ તેઓ એક દેવનો ભવ કરશે, પછી મનુષ્યનો ભવ પામીને, અપ્રમત્ત નિરતિચાર ચારિત્રનું પાલન કરી, મોક્ષ પામશે.”
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩૫
For Private And Personal Use Only