________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉચિત છે. વિશુદ્ધ ભાવથી કરેલાં પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા), અવશ્ય ભવપરંપરાનો નાશ કરે છે અર્થાત્ પચ્ચક્ખાણ-ધર્મથી જીવને ભવ-પરિભ્રમણ કરવું પડતું નથી. દુર્ગતિમાં (નરકગતિ, તિર્યંચગતિ) જવું પડતું નથી. કાં તો દેવલોક અથવા મનુષ્યલોકનાં ઉત્તમ સુખ મળે છે અથવા ઉત્તમ નિર્વાણસુખની, મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણદેવે તથા દેવિનીએ, યશ-આદિત્યની સામે જોઈને કહ્યું: ‘પિતાજી, અમને અનશનવ્રત લેવાની અનુમતિ આપો.' શ્રેષ્ઠીએ મહારાજા સામે જોયું. મહારાજાએ અને યશ-આદિત્યે અનુમતિ આપી. આચાર્યદેવે, વિનીને અને અરુણદેવને ‘અનશનવ્રત’ નાં પચ્ચક્ખાણ કરાવ્યાં. તે બંને અતિ આનંદિત થયાં. આચાર્યદેવનો ઉપકાર માન્યો અને પ્રશંસા કરી:
‘ગુરુદેવ, અમારો મનુષ્યભવ, આપના પ્રતાપે સફળ થયો. આપના જેવા કુશળ અને જ્ઞાની ધર્મસારથિ અમને મળી ગયા એ અમારો પુણ્યોદય અમે માનીએ છીએ.’
આચાર્યદેવે કહ્યું: ‘તમે પુણ્યશાળી છો માટે અંત સમયે તમને ‘અનશનવ્રત’ કરવાની ઈચ્છા થઈ. ચન્દ્રા-સ્વર્ગના ભવમાં પણ તમે જીવનના અંતે સંલેખના કરી જ હતી. એ સંસ્કારો જાગ્રત થયાં.
હજુ પણ, કર્મ-પરિણામ વિચિત્ર હોય છે, આ સંકટ તો કોઈ હિસાબમાં નથી, માટે સર્વ દુઃખોના કારણભૂત મમત્વભાવનો ત્યાગ કરજો અને પરમપદના કારણભૂત સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરજો.'
* શુદ્ધ ભાવથી પૂર્વેનાં દુષ્કૃત્યોની નિંદા કરજો.
* જિનોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય પ્રત્યે બહુમાન ધારણ કરજો.
* પ્રમાદનો ત્યાગ કરો, અને
* પરમ પદના સ્વરૂપનું ધ્યાન ધરજો.
તમને બંનેને જાતિસ્મરણજ્ઞાન થયું છે, એટલે પૂર્વજન્મમાં આરાધેલું ‘સંયમજીવન’ તમારી સ્મૃતિમાં આવી ગયેલું છે માટે આ બધી વાતો તમે સારી રીતે જાણો છો!’ ‘ભગવંત, અમે શું આ હવેલીમાં જ રહીએ?'
‘ભલે તમે હવેલીમાં રહો. અલગ અલગ ભૂમિભાગમાં રહો. આસપાસ સાધનાતપશ્ચર્યાને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં રહો.'
૧૧૩૦
શ્રેષ્ઠી યશ-આદિત્યે કહ્યું: ‘હવેલીના ઉદ્યાન તરફ બે ખંડ છે, ખાલી છે. તેની બારીઓ ઉદ્યાન તરફ ખૂલે છે. લોકોની અવરજવર નથી હોતી. શાંત-પ્રશાંત વાતાવરણ છે. તમે બંને ત્યા રહી શકશો. અમે અવારનવાર તમારી સંભાળ લઈશું.’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો