________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઔષધોપચાર કરાવી સ્વસ્થ કરો. ભાગ્યયોગે એ બચી ગયો છે. ખરા ચોરો પકડાઈ ગયા છે.'
મહેશ્વરે શેઠને કહ્યું: “હે શ્રેષ્ઠીવર્ય, હું અરુણદેવનો મિત્ર છું. પહેલું કામ આપણે અરુણદેવને ઘરે લઈ જઈ, ઔષધોપચાર કરાવવાનું કરીએ. તમે કુશળ વૈદ્યોને બોલાવો. અને કુમારને ડોળીમાં સુવડાવી ઘરે લઈ જાઓ.’
નગરના કુશળ વૈદ્યોએ તત્કાળ ઉપચારો શરૂ કરી દીધા, છતાં અરુણદેવને સારું થતાં ચાર મહિના લાગી ગયા. દેવિનીને બે હાથે ઝ આવતાં બે મહિના લાગ્યા. મહેશર અરુણદેવની સેવામાં ચાર મહિના રહ્યો.
એ અરસામાં, પાટલાપથ નગરમાં “અમરેશ્વર” નામના આચાર્ય ભગવંત, સેંકડો સાધુઓ સાથે પધાર્યા. તેમને ચાર વિશિષ્ટ જ્ઞાન હતાં. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન) દેવો એમનાં ચરણોની સેવા કરતા હતા, નગરમાં વાત ફેલાઈ:
એક જૈનાચાર્ય પધાર્યા છે. દેવો એમની સેવા કરે છે. આચાર્યદેવ પ્રશાન્ત મુખમુદ્રાવાળા છે. કરુણાવંત છે. લોકો આચાર્યદેવનાં દર્શન કરવા માટે આવવા લાગ્યા.
દેવોએ, જે ઉદ્યાનમાં આચાર્યદેવ બિરાજમાન થયા હતા, તે ઉદ્યાનને નંદનવન સશ બનાવી દીધું. એ ભૂમિભાગને સ્વચ્છ અને સુંદર બનાવી દીધો. સુગંધી જળનો છંટકાવ કર્યો. પુષ્પવૃષ્ટિ કરી... અને કલાત્મક મનોહર, સુવર્ણકમળની રચના કરી. આચાર્યદેવ એ સુવર્ણકમળ પર આરૂઢ થયા, અને ધર્મ-દેશનાનો પ્રારંભ કર્યો.
સૌમ્ય, શીતલ અને સુંદર મુખાકૃતિ! છે. ધીર-ગંભીર અને મધુર ધ્વનિ!
દેવકૃત અપૂર્વ શોભા! છે હજારો દેવોની હાજરી...! પાટલાપથ નગરનો હર્ષ હિલોળે ચડ્યો. રાજા અને પ્રજા, સહુ આચાર્યદેવનો ઉપદેશ સાંભળવા આવ્યા. દેવિની-અરુણદેવ પણ આવ્યાં.
કે
ફ
૧૨૮
ભાગ-૩ જ ભવ સાતમાં
For Private And Personal Use Only