________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા બ્રહ્મદેવ રાજાએ, આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો: “હે ભગવંત, માતા-પુત્રે પરસ્પર આટલો નાનો વાચિક ઝઘડો કર્યો, તેનું આવું કટુ પરિણામ આવ્યું તો પછી ભયંકર પ્રમાદ, તીવ્ર ઝઘડા, મોટાં યુદ્ધ કરનારા અમે, અમારે કેવાં દુઃખ સહવાં પડશે? અમે તો ક્યારેય કર્મબંધનો કે કર્મોનાં પરિણામોનો વિચાર જ નથી કર્યો!'
આચાર્ય ભગવંતે કહ્યું:
રાજન, સામાન્ય કોટિનાં પાપકર્મોનું ફળ મનુષ્યગતિમાં જીવ ભોગવે છે, તીવ્ર કોટિનાં પાપકર્મોનું ફળ જીવો નરકગતિમાં અને તિર્યંચગતિમાં ભોગવે છે. રાજન! નરકગતિનાં દુઃખો અસંખ્ય વર્ષ સુધી ભોગવવાં પડે છે. આ દેવિની અને અરુણદેવનાં દુઃખ તો એ નરકનાં દુઃખોની તુલનામાં કંઈ જ નથી. નરકમાં જીવોને કેવાં કેવાં દુઃખો સહવાં પડે છે, તે હું તમને બતાવું છું, પહેલાં નરકની ૧૦ પ્રકારની વેદનાઓ સાંભળ:
૧. શીતવેદના: પોષ માસ હોય, રાત્રિમાં હિમ પડતો હોય, વાયુ સુસવાટાબંધ વાતો હોય, હિમાલય પર્વત હોય... અને ત્યાં નિર્વસ્ત્ર મનુષ્યને જે દુઃખ થાય, તેનાથી નારકીમાં જીવોને અનંતગણું દુઃખ થાય.
૨. ઉષ્ણ-વેદનાઃ ભરઉનાળો હોય, મધ્યાહ્નનો કાળ હોય, સૂર્ય માથા પર તપતો હોય, ચારે દિશામાં અગ્નિની જ્વાળાઓ સળગતી હોય અને કોઈ પિત્તરોગી મનુષ્ય જેવી વેદના અનુભવે, તેનાથી અનંતગણી ઉષ્ણતાની વેદના નારકીના જીવન હોય.
૩. ભૂખ-વેદના: અઢી દ્વીપનાં સમગ્ર ધાન્ય ખાઈ જાય, છતાં નારકીના જીવની ભૂખ ના શમે.
૪. તરસ-વેદના સમુદ્ર, સરોવર અને નદીનાં પાણી પીએ તો પણ નારકીના જીવનું ગળું અને હોઠ સુકાયાં કરે!”
૫. ખણજ-વેદનાઃ શરીરને છરી વડે ખણે, તો પણ ખાજ ના મટે. ૯. પરવશપણુંઃ નારકના જીવો સદેવ પરવશ હોય.
૭. જ્વર-વેદના: મનુષ્યને વધુમાં વધુ જેટલી ડિગ્રીનો તાવ આવે, એના કરતાં અનંતગણો વર નારકીના જીવોને હોય.
૮. દાહ-વેદનાઃ નારકીના જીવો અંદરથી બળ્યા કરે.
૯. ભય-વેદનાઃ અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનથી નારકીના જીવો આગામી દુઃખોને જાણે. તેથી સતત ભયાકુળ રહે. પરમાધામીનો અને બીજા નારકીજીવોનો ભય લાગ્યા કરે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩૧
For Private And Personal Use Only