________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અરે દુષ્ટ, ના પાડે છે? તો આ ચોરીનો માલ ક્યાંથી આવ્યો?” એક સેનિક ચાબુકના મારથી એના બરડાની ચામડી ઉતરડી નાખી. અરુણદેવને કારમી પીડા થઈ.
નગરરક્ષકો એને બાંધીને, રાજા પાસે લઈ ગયા.
મુદ્દામાલ સાથે તે પકડાયો હોવાથી, રાજાએ તેને શુળી પર ચઢાવી દેવાની આજ્ઞા કરી. સૈનિકો અરુણદેવને વધસ્થાને લઈ ગયા અને તેને શૂળી પર ચઢાવી દીધો.
આચાર્યદેવ હરિષણે સેનકુમારને કહ્યું: “વત્સ, અરુણદેવને શૂળી પર શાથી ચઢવું પડ્યું? એણે પૂર્વજન્માં, પોતાની માતાને તીવ્ર ક્રોધમાં કહેલું કે, “મારા ભોજનના સમયે શું તું શૂળીએ ચઢવા ગઈ હતી?” આ કઠોર વચનોથી એણે જે પાપકર્મ બાંધેલું હતું, એ પાપકર્મ ઉદયમાં આવ્યું ને તેને શૂળી પર ચઢવું પડ્યું
સેનકુમારે વાર્તાના પ્રવાહમાં વહેતાં પૂછ્યું: “ભગવંત, પેલો મહેશ્વર, જે નગરમાં ભોજન લેવા ગયેલો, તેનું શું થયું?'
આચાર્યદેવે કહ્યું:
મહેશ્વર નગરમાંથી ભોજન લઈને, દેવમંદિરે આવ્યો. તેણે મંદિરમાં અરુણદેવને ન જોયો. આજુબાજુમાં તપાસ કરી, ના મળ્યો. મહેશ્વર મૂંઝાયો. નજીકના પ્રદેશમાં ઉદ્યાનના માળીઓ રહેતાં હતાં. મહેશ્વરે તેમને અરુણદેવનો પરિચય આપીને પૂછ્યું: ‘તમે એ શ્રેષ્ઠીપુત્રને આ મંદિરમાંથી બહાર જતો જોયો છે?' માળીઓએ કહ્યું: “ના, અમે શ્રેષ્ઠીપુત્રને નથી જોયો, પરંતુ નગરરક્ષકોએ મંદિરમાંથી એક ચોરને પકડ્યો હતો અને એ ચોરને હમણાં જ વધસ્થાને શૂળી પર ચઢાવ્યો છે. કદાચ શ્રેષ્ઠીપુત્ર, જોવા માટે વધસ્થાને ગયો હોય!' મહેશ્વર ગભરાયો. તેણે માળીને પૂછ્યું.
એ વધસ્થાન ક્યાં છે?' માળીએ બતાવ્યું. મહેશર વધસ્થાને ગયો ત્યાં તેણે અરુણદેવને જ શૂળી પર વીંધાયેલી હાલતમાં જોયો. મહેશ્વરની આંખો ફાટી ગઈ. હૃદય ધબકારા ચૂકી ગયું. તે જમીન પર પડી ગયો, મૂચ્છિત થઈ ગયો.
ત્યાં ઊભેલા દર્શકો મહેશ્વર પાસે દોડી આવ્યાં. તેને પવન નાખ્યો. ઠંડું પાણી છાંટ્યું. હોશમાં લાવીને આશ્વાસન આપ્યું. મહેશ્વર સ્વસ્થ થયો. એટલે દર્શકોએ પૂછ્યું:
આ કોણ હતો?
એ તામ્રલિપ્તીનગરના વાસી કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ છે. અને આ નગરના નિવાસી યશ-આદિત્ય શ્રેષ્ઠીનો જમાઈ છે! સમુદ્રમાર્ગે વહાણ તૂટી ગયું. અમે બે પાટિયાના સહારે સમુદ્રકિનારે આવ્યાં... પૂછતાં પૂછતાં આ નગરે આવ્યાં.
૧૧
ભાગ-૩ ક ભવ સાતમો
For Private And Personal Use Only