________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોયા, દેવિની ભૂમિ પર પડેલી જોઈ. તેણે બૂમાબૂમ કરી મૂકી અને કણ આક્રંદ કરતી દેવિની પાસે બેઠી.
એ વખતે, ઉદ્યાનની પાસેથી જ નગરરક્ષકો પસાર થતાં હતાં, તેમણે માલણની બૂમો સાંભળી. તેઓ ઉદ્યાનમાં દોડી આવ્યા. માલણે બધી વાત કરી. દેવિનીને બતાવી. એના બે હાથ કપાઈ ગયાં હતાં. સતત લોહી વહેતું હતું. માલણે કહ્યું: “તમે એ ચોરોને પકડો. હું દેવિનીને હવેલીમાં લઈ જાઉં છું. અને વૈદ્યોને બોલાવી ઉપચાર કરું છું.”
આચાર્યશ્રી હરિપેણે સેનકુમારને કહ્યું: “વત્સ, દેવિનીના હાથ કેમ કપાયા, એનું કારણ તું સમજ્યો ને? પૂર્વજન્મમાં ચન્દ્રાએ (દેવિનીનો જીવ) પોતાના પુત્રને ક્રોધના આવેશમાં કહેલું - “શીકા પરથી ભોજન ના લીધું? શું તારા હાથ કપાઈ ગયા હતા? આ કડવા વચનથી એણે જે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું, તે પાપકર્મ ઉદયમાં આવ્યું અને ચોરોએ દેવિનીના બંને હાથ કાપી નાખ્યાં.
નગરરક્ષકો પેલા ચોરોની પાછળ દોડયા. ચોરોને ખબર પડી ગઈ કે, “અમારી પાછળ નગરરક્ષકો દોડતા આવે છે.” દોડતા દોડતાં ચોરો થાકી ગયા. શ્વાસ ભરાઈ ગયો. હવે આગળ દોડી શકે એમ ન હતાં. તેઓ દેવમંદિરમાં પેસી ગયાં. અંધારું હતું. છતાં તેમણે ત્યાં એક પુરુષને સુતેલો જોયો. તેમણે બે ક્ષણમાં જ નિર્ણય કરી, ચોરીનો માલ એ પુરુષ પાસે મૂકી દીધો અને લોહીથી ખરડાયેલી કટારી પણ ત્યાં મૂકી દીધી. અને બંને મંદિરના શિખર પર ચઢીને છુપાઈ ગયાં.
એ સૂતેલો પુરુષ અરુણદેવ હતો.
જ્યારે એ જાગ્યો, પોતાની પાસે રત્નજડિત આભૂષણો પહેલાં જોયાં... અને કટારી પડેલી જોઈ. આભૂષણોને જોઈને તેણે વિચાર્યું - “અહો, ક્ષેત્રદેવતાએ મારા પર કૃપા કરી!' તેણે આભૂષણો પોતાના વસ્ત્રમાં છુપાવી લીધાં અને કટારી હાથમાં લઈ જવા લાગ્યો.
એ જ સમયે નગરરક્ષકોએ મંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે લોહીથી ખરડાયેલી કટારી સાથે અરુણદેવને જોયો. પકડ્યો અને એને મારવા માંડ્યો.
અરે, તમે મને કેમ મારો છો?' અરુણદેવ બેબાકળો બની ગયો.
દુષ્ટ, ચોર, ચોરી કરીને શ્રેષ્ઠી કન્યાના હાથ કાપીને ભાગ્યો છે અને પૂછે છે કે મને કેમ મારો છો. તો શું તારી પૂજા કરીએ? બોલ, ચોરીનો માલ ક્યાં છે?”
પણ મેં ચોરી કરી જ નથી, હું ચોર નથી, હું તો મુસાફર છું.”
એક સૈનિકે કહ્યું: “આ ચોરને ઊભો કરી, મંદિરના એક થાંભલા સાથે બાંધી દઈએ. પછી ચાબુકથી મારીએ... તો જ ચોરીનો માલ બતાવશે.”
સૈનિકોએ એને પકડીને ઊભો કર્યો. ઊભો થતાં જ એના વસ્ત્રમાંથી ચોરીનો માલ નીચે પડ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only