________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાએ પણ નિકાચિત પાપકર્મ બાંધ્યું.
બંનેએ એવાં પાપકર્મ બાંધી લીધાં કે એનું ફળ એમને ભોગવવું જ પડે! તપત્યાગથી એ કર્મ દૂર ના થાય.
વર્ષો વીત્યાં. વર્ધમાનપુરમાં એક દિવસ “શ્રી માનતુંગ' નામના આચાર્ય પધાર્યા. નગરની બહાર ઉદ્યાનમાં શિષ્ય પરિવાર સાથે એમણે સ્થિરતા કરી હતી.
સ્વર્ગ રોજના કાર્યક્રમ મુજબ લાકડાં અને શાકભાજી લેવા જંગલ તરફ જતો હતો. તેને એ જ ઉદ્યાનમાં થઈને જવાનું હતું. તેણે આચાર્યદેવને જોયા, મુનિવરોને જોયા, તેણે સહસા બે હાથ જોડી, મસ્તક નમાવીને વંદના કરી. આચાર્યદેવે એને ધર્મલાભ” નો આશીર્વાદ આપ્યો. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. સ્વર્ગને આચાર્યદેવ પ્રત્યે ધર્મને પ્રગટ્યો. એક દિવસ એણે પોતાની માતા ચંદ્રાને વાત કરી. ચન્દ્રા પણ સ્વર્ગની સાથે વંદન કરવા ઉદ્યાનમાં આવી. બંનેએ વંદના કરી. સ્વર્ગે આચાર્યદેવને કહ્યું : “ગુરુદેવ, આ મારી માતા છે. આપની મેં વાત કરી, તો એ પણ વંદન કરવા આવી છે.'
ગુરુદેવ માનતુંગસૂરિજીએ માતા-પુત્રની જ્ઞાનદૃષ્ટિથી યોગ્યતા તપાસી, પછી જૈનધર્મનો ઉપદેશ આપ્યો. માતા-પુત્રને ધર્મ ગમ્યો, એના પર શ્રદ્ધા થઈ... અને પછી પ્રતિદિન ઉપદેશ સાંભળવા માતા-પુત્ર આવવા લાગ્યાં. માતા-પુત્રે શ્રાવકજીવનનાં વ્રત-નિયમો લીધાં.
આચાર્યદેવ ત્યાંથી વિહાર કરી ગયા.
માતા-પુત્ર સારી રીતે વ્રત-નિયમોનું પાલન કરવા લાગ્યાં. ગુરુદેવના ઉપદેશ ઉપર વિચાર કરવા લાગ્યાં. એક દિવસ સ્વર્ગે કહ્યું: “મા, આપણે દીક્ષા લઈએ તો? મને સાધુજીવન ખૂબ ગમે છે.” : ચન્દ્રાએ કહ્યું: “વત્સ, જો તું દીક્ષા લે તો પછી મારે એકલીએ કોના માટે સંસારમાં રહેવાનું? હું પણ દીક્ષા લઈશ. ચારિત્ર એ જ સાચું ધન છે.'
સ્વર્ગે કહ્યું: “મા, ગુરુદેવ માનતુંગસૂરિ અહીં પધારે એટલે આપણે બંને દીક્ષા લઈશું!”
માતા-પુત્ર દીક્ષા લીધી.
ચારિત્રનું સુંદર પાલન કર્યું. અંતે “સંખના' કરી, બંને માતા-પુત્ર દેવલોકમાં ઉત્પન્ન થયા.
૦ ૦ ૦. બંનેએ દેવલોકનાં દિવ્ય સુખો, અસંખ્ય વર્ષ સુધી ભોગવ્યાં.
આયુષ્ય પૂર્ણ થયું. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only