________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lasca
વર્ધમાનપુર નામનું નગર હતું.
તે નગરમાં ‘સદ્ગુડ' નામનો દરિદ્ર ગૃહસ્થ રહેતો હતો. તેની ‘ચન્દ્રા' નામની પત્ની હતી અને ‘સ્વર્ગ’ નામનો પુત્ર હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ‘સ્વર્ગ’ લગભગ બાર વર્ષનો થયો ત્યારે સદ્ધડનું મૃત્યુ થઈ ગયું. ઘરની જવાબદારી ચન્દ્રા પર આવી પડી. ચન્દ્રાએ બીજાના ઘરે ઘરકામ કરવાનું શરૂ કર્યું. પુત્ર સ્વર્ગે પણ જંગલમાં જઈને ઈંધણ, શાક વગેરે લાવીને, બજારમાં વેચવાનું કામ શરૂ કર્યું. આ રીતે માતા-પુત્રનો જીવનવ્યવહાર ચાલતો હતો. મા દીકરાની કાળજી રાખતી હતી. એ જંગલમાંથી આવે ત્યારે મા ઘરમાં રહેતી અને પુત્રને ભોજન કરાવતી.
એક દિવસની વાત છે.
જે શેઠના ઘરે ચન્દ્રા કામ કરવા જતી હતી, એ શેઠના ઘેર તેમના જમાઈ વગેરે પરોણા આવેલા, એટલે મધ્યાહ્નકાળે ચન્દ્રાને પાણી ભરી લાવવા બોલાવી. ચન્દ્રાએ વિચાર્યું - ‘હમણાં સ્વર્ગ જંગલમાંથી ભૂખ્યો-તરસ્યો આવશે. માટે ભોજન શીકામાં લટકાવીને જાઉં, જેથી એ આવીને સ્વયં ભોજન કરી શકે.'
એણે ભોજન શીકામાં મૂક્યું. ઘરના દરવાજા બંધ કર્યાં અને એ શેઠના ધરે કામ કરવા ગઈ.
૧૧૨૩
સ્વર્ગ એના સમયે જંગલમાંથી આવ્યો. ઈંધણનો ભારો અને શાકનું પોટલું નીચે મૂકી, એણે ઘર ખોલ્યું. માતાને શોધી, બૂમો પાડી. આજુબાજુ ભોજન જોયું, ના મળ્યું. ઉપર શીકાને જોયું નહીં. તે માતા ઉપર ગુસ્સે ભરાયો. ઘરના બારણા પાસે જ બેઠો. ચન્દ્રા પાણી ભરીને, શેઠની સામે થોડી વાર ઊભી રહી, પરંતુ શેઠે મહેનતાણાનો એક પૈસો પણ આપ્યો નહીં. તેથી ચન્દ્રાને પણ ગુસ્સો આવ્યો. એક શબ્દ પણ બોલ્યા વિના, તે ઘરે આવી. માને આવતી જોઈને, સ્વર્ગ ઊભો થઈ ગયો. ક્રોધથી એનું શરીર કંપતું હતું. માતાને આવતા જ તેણે કહ્યું: 'મારા આવવાના ને ભોજન કરાવવાના સમયે તું ક્યાં શૂળી પર મરવા ગઈ હતી? મારો જમવાનો સમય જ તું ભૂલી ગઈ?’
ચન્દ્રાના મનમાં ખેદ હતો, શેઠ પર ગુસ્સો હતો. દરિદ્રતાનું દુઃખ હતું. એ બળતા મનમાં સ્વર્ગે કડવા શબ્દોનું ઘી હોમ્યું. ભડકો થયો. ચન્દ્રા આવેશમાં બોલી: ‘શીકા પરથી ભોજન લઈને ખાવા માટે, તારા હાથ ભાંગી ગયા હતા શું?'
* પુત્રે નિકાચિત પાપકર્મ બાંધ્યું.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો