________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lausa
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતી ઋતુનો એ સમય હતો.
કોયલના મધુર ટહુકાર સાંભળીને, મુસાફરોને પોતાની પ્રિયતમાની સ્મૃતિ થઈ આવતી હતી. એ સ્મૃતિ એમને અકળાવતી હતી. જેમના પતિ પરદેશ ગયેલા હતા, તેવી કામિનીઓના ચિત્તમાં પ્રચંડ કામવાસના જાગ્રત થતી હતી. મલયાચલનો શીતળ પવન વાઈ રહ્યો હતો. પુષ્પરસનું પાન કરી, મત્તમસ્ત ભ્રમરો ગુંજારવ કરતા હતા. આકાશમાં આમ્રમંજરીની રજ વ્યાપી ગઈ હતી.
સેનકુમારના મહેલની પાછળના ઉદ્યાનમાં આહ્લાદક અશોકવૃક્ષ અને અતિમુક્તક લત્તાઓ, શોભાની વૃદ્ધિ કરતી હતી, બકુલવૃક્ષો અને આમ્રવૃક્ષોની ઘટાઓથી એ ઉદ્યાન યુવાનો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો.
અરણ્ય, પલ્લવરૂપ હાથથી નૃત્ય કરતું હતું, ભ્રમરોના ગુંજારવરૂપ બંસી વાગતી હતી. કોયલના ટહુકારરૂપ સંગીત વાગતું હતું. કિંશુકવૃક્ષોની રક્તપ્રભા અને અસ્ત થતા સૂર્યની લાલપ્રભા, યુવાનોને ઉદ્યાનમાં આમંત્રણ આપતી હતી. યુવાની ૨મણે ચડી હતી. યુવાનો વસંતક્રીડામાં મસ્ત હતા. યુવાન સ્ત્રી-પુરુષનાં જોડલાં રતિક્રીડાઓમાં મશગૂલ થતાં હતાં.
સેનકુમાર અને શાન્તિમતીએ સ્વચ્છંદ રીતે વસંતઋતુને માણી. ક્યાં ઋતુ પસાર થઈ ગઈ તેની એમને કોઈ જ ખબર ના પડી. એક દિવસ સેનકુમાર અને શાન્તિમતીને વિષેશકુમારે જોયાં. પ્રેમભીના સુંદર અને શ્રેષ્ઠ યુગલને જોઈને, વિષેણના ચિત્તમાં ઈર્ષ્યા પેદા થઈ. સેનકુમારને મારી નાખવાનો વિચાર જાગ્યો. તેણે કુમારને મારી નાખવાની યોજના પણ બનાવી, પરંતુ જ્યારે જ્યારે ઉદ્યાનમાં શાન્તિમતી સાથે સેનકુમાર આવતો ત્યારે ઉદ્યાનના ચાર દ્વારે ચા૨ સૈનિકો ગોઠવાઈ જતાં હતાં અને સિંહની નજ૨ સમગ્ર ઉદ્યાન ઉપર ફરતી હતી.
વિષેણના નિયુક્ત માણસોને ફાવ્યું નહીં, સેનકુમારની હત્યા કરવાનું. તેઓ કેટલાક દિવસો સુધી ઉદ્યાનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતાં હતાં, પરંતુ સિંહની સાવધાનીએ, એ લોકોને નિષ્ફળ બનાવ્યા. એણે માણસો વિષેણ પાસે ગયા.
‘રાજકુમાર...’
‘શું થયું? તમને સોંપેલું કામ પૂર્ણ થયું?'
‘ના, ઉદ્યાનમાં કુમારને પતાવવાનું કામ શક્ય નથી. પેલો સિંહ, ઘોડા પર શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૩
For Private And Personal Use Only