________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપાની પ્રજા અને રાજા કૌમુદી મહોત્સવમાં રમમાણ હતાં. નગરના બાહ્ય ઉદ્યાનમાં પગ મૂકવાની જગ્યા ન હતી. સહુ ગાઈ રહ્યાં હતાં, નાચી રહ્યાં હતાં, હસી રહ્યાં હતાં. એ સમયે રાજાનો એક હાથી જાડી સાંકળ તોડીને, અલાન સ્તંભ ઉખેડી નાખીને, દોડવા લાગ્યો હતો. મહાવતને નીચે નાખી દીધો હતો. મોટાં વૃક્ષોને સૂંઢમાં લઈ, એક ઝાટકા સાથે જમીનમાંથી મૂળ સાથે ઉખેડી નાખતો હતો. હાથી ઉદ્યાન તરફ દોડચો. લોકોનાં મોટાં ટોળાં જોઈને, એ વધુ વીફર્યો, દુકાનો તોડવા માંડ્યો... અને માણસોને મારવા લાગ્યો.
નગરમાં ‘બચાવો, બચાવો... કોઈ હાર્થીને પકડી લો.' અવાજો થવા લાગ્યાં. મોટો કોલાહલ થયો. રાજા દોડી આવ્યો. રાજાએ હાથીને પકડવા આદેશ આપ્યો. સૈનિકો હાથીને ઘેરી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યાં; પરંતુ હાથી ઘેરાતો ન હતો, પકડાતો ન હતો. એ વખતે સેનકુમારે મહારાજની આજ્ઞા સાંભળી, તે હાથી તરફ દોડ્યો. હાથીએ સેનકુમારને જોયો. જોતાં જ હાથી ઊભો રહી ગયો. તેનો મદ ઓગળી ગયો. તે કુમારની સામે મસ્તક નમાવવા લાગ્યો. એની સૂંઢ પકડીને, કુમાર હાથી પર ચઢી ગયો.
રાજા અને પ્રજા આ દૃશ્ય જોઈને, આશ્ચર્યમાં ડૂબી ગયાં. ‘કુમારનું અદ્ભુત સામર્થ્ય છે.’ કુમારનો જય જયકાર થવાં લાગ્યો. કુમારે અંકુશ હાથમાં લઈ હાથીના કુંભસ્થળમાં પછાડયું. હાથીએ મોટી ગર્જના કરી. નજીક આવેલા યુવકો દૂર ભાગી ગયા. કુમારે હાથીને નવા આલાન સ્તંભ સાથે બાંધ્યો.
નગરના ચોરે ને ચૌટે કુમારની પ્રશંસા થવા લાગી. મહારાજાએ રાજસભામાં સેનકુમા૨ની પ્રશંસા કરી. અંતઃપુરમાં મહારાણી તારપ્રભાએ પ્રશંસા કરવા માંડી. સર્વત્ર સેનકુમારનાં પ્રભાવ અને પરાક્રમનાં ગુણગાન થવા લાગ્યાં. શત્રુઓને પણ પ્રશંસા કરવી પડે, એવી આ આશ્ચર્યજનક ઘટના બની હતી.
વિષેણના ખંડમાં એના વિશ્વાસપાત્ર મિત્રો અને નોકરો ભેગા થયાં હતાં.
શ૨૬ બોલ્યો: ‘તોફાને ચઢેલા હાથી તરફ સેનકુમાર જતાં હતાં, નિર્ભય બનીને જતાં હતાં ત્યારે મારા શ્વાસ ઊંચા થઈ ગયા હતા. પણ... પાંચ-દશ ક્ષણમાં જાદુ થયો!'
‘એટલે શું સેનકુમાર જાદુગર છે?' નારંગ વ્યંગમાં બોલ્યો,
‘જાદુગરથી પણ વિશેષ! એ કંઈ તંત્ર-મંત્ર જાણતો નથી. પરંતુ કુમારને જોતાં જ, તોફાને ચઢેલો હાથી ઊભો રહી ગયો અને કુમાર હાથી પર આરૂઢ થઈ ગયો. આ
શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૫૫
For Private And Personal Use Only