________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલની સ્ત્રીઓ સાથે શાન્તિમતીનો પરિચય થયો. શામિતીના સૌભાગ્યકર્મ, તેને સર્વપ્રિયજન બનાવી દીધી. શાન્તિમતીની ઉદારતા અને પ્રેમાળતાએ સહુનાં મન જીતી લીધાં હતાં. જાણે કે સેનકુમાર, મહારાજા સમરકેતુનો જ યુવરાજ હોય, એ રીતે રાજપરિવાર અને મંત્રીમંડળ કુમારનું ગૌરવ કરતાં હતાં. કુમારની દિવ્ય પ્રભાવ મંત્રી જિવાનંદે પ્રત્યક્ષ જોયો હતો. કુમારના અદ્વિતીય પરાક્રમની વાતો સેનાપતિએ સહુને કરી હતી. દેવી પ્રભાવ અને અદ્વિતીય પરાક્રમ ઉપરાંત કુમારનાં વિનય-નમ્રતા-પ્રિય વાણી વગેરે ગુણોએ એને સર્વજનપ્રિય બનાવ્યો હતો.
દિવસો વીતે છે. મહિનાઓ પસાર થાય છે... અને વર્ષ પણ પૂરું થઈ ગયું. કુમાર અને શાન્તિમતીના દિવસો રંગરાગ અને ભોગવિલાસમાં પસાર થાય છે. અલબત્ત, કુમાર રોજ મહારાજાનાં દર્શને જાય છે. કાર્યસેવા અંગે પૃચ્છા કરે છે. મંત્રીવર્ગને અવાર નવાર મળે છે. મંત્રી જીવાનંદ સાથે તો મિત્રતા જ થઈ ગઈ છે.
એક દિવસ કુમાર, મહારાજાનાં દર્શન કરી પોતાના મહેલે આવ્યો. શાન્તિમતીને કહ્યું: “દેવી આજે આપણે પલ્લીમાં જઈએ! સાંજે અથવા કાલે સવારે પાછા આવીશું. ત્યાં જવાથી મિત્ર પલ્લીપતિ રાજી થશે.
શાન્તિમતીએ કહ્યું: “આપે મારા મનની ઈચ્છા વ્યક્ત કરી દીધી! હું બહાર જવા જ ઈચ્છતી હતી.”
રથ તૈયાર થયો. બંને મહેલની બહાર આવ્યા અને મંત્રી જીવાનંદ મળ્યા. કુમારે કહ્યું: “અમે પલ્લીમાં જઈએ છીએ. સાંજે કે કાલે સવારે પાછા આવી જઈશું. મહારાજા પૂછે તો કહી દેજો.”
કુમાર, રથની સાથે ચાર ઘોડેસવાર સંનિક મોકલું છું. આમ તમે એકલા જાઓ તે ના શોભે.” જીવાનંદે તરત જ ચાર ચુનંદા શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકોને રથની સાથે રવાના કર્યા.
0 0 0 રાજમહેલમાં દોડાદોડ થવા લાગી. નગરના શ્રેષ્ઠ વૈદ્યો રાજમહેલમાં આવી ગયાં.
મહારાજા સમરકેતુનું સ્વાથ્ય બગડ્યું હતું. પેટમાં ભયંકર શૂળ ઊપડ્યું હતું. જાણે કે પેટમાંથી આંતરડાં બહાર નીકળી જતો હોય તેવી ઘોર વેદના થતી હતી. આંખો જાણે બહાર નીકળી જતી હોય તેવી આંખની ભયાનક વેદના થવા લાગી. શરીરના સાંધા તૂટવા લાગ્યાં. દાંત હલવા લાગ્યાં. ધમણની જેમ શ્વાસ ચાલવા માંડ્યો.
સમગ્ર રાજપરિવાર કલ્પાંત કરવા લાગ્યો. વૈદ્યોએ ઉપચાર શરૂ કર્યા. દવાઓ આપવા માંડી. કલાક, બે કલાક.... ત્રણ કલાક પસાર થઈ ગયા, પરંતુ મહારાજાના દર્દમાં કોઈ રાહત ના થઈ. વૈદ્યો નિરાશા અનુભવવા લાગ્યા. મહામંત્રી જીવાનંદને
૧૧૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only