________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદેશવાહકને બોલાવી, તેને રાજપુર જવા માટે કહ્યું અને મહારાજા શંખ ઉપરનો સંદેશો આપ્યો અને સાનુદેવ ઉપરનો સંદેશો આપ્યો. ‘સાનુદેવ તને રાજસભામાં જ મળી જશે!’
સંદેશવાહક સંદેશો લઈ, અશ્વારૂઢ બની રવાના થયો.
ચંપાથી એક ગુપ્તચર વિશ્વપુર આવ્યો હતો, એક ચંપામાં જ રોકાયો હતો. આવેલા ગુપ્તચરે સેનકુમારને તથા અમરગુરુને એકાંતમાં બેસાડીને વાત કરી:
‘ચંપામાં વિષેણકુમારના અયોગ્ય રાજવ્યવહારથી પ્રજા ખૂબ ત્રાસી ગઈ હતી. મંત્રીમંડળ અને સામંતો પણ નારાજ થઈ ગયા હતા. એ અરસામાં ચંપાના પાડોશી અચલપુર રાજ્યના પરાક્રમી રાજા મુક્તાપીઠે ચંપા પર આક્રમણ કરી દીધું. આક્રમણ એવું પ્રબળ કર્યું હતું કે વિષેણકુમારના પગ મેદાનમાંથી ઊખડી ગયા. સાંજ સુધી પણ એ ટકી ના શક્યો. સાંજ પૂર્વે જ તેણે હાર કબૂલી લીધી અને તે ચંપા છોડીને ભાગી ગયો. સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકી દીધાં.
મુક્તાપીઠ રાજાએ નગર પર અધિકાર કરી લીધો. રાજ્યનો ભંડાર કબજે કરી લીધો... અને રાજ્યમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી દીધી છે. હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો! મારા સાથીને ત્યાં મૂકીને આવ્યો છું. હવે પછીથી શું બને છે ત્યાં, એનો વૃત્તાંત એ આપશે. મારા માટે જે આજ્ઞા હોય તે કહો.
‘તું જઈ શકે છે. તારું કામ હશે ત્યારે બોલાવીશ.' અમરગુરુએ એને ઘરે મોકલ્યો.
સેનકુમાર અત્યંત ક્રોધે ભરાયો.
અમરગુરુ પણ સખત નારાજ થયો હતો.
સેનકુમારે કહ્યું: ‘અમરગુરુ, હું જીવું છું. મારા જીવતાં વિષેણનું રાજ્ય પડાવી લીધું? મારા પિતાના રાજ્ય પર એ મુક્તાપીઠે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો? મારે હવે ચંપામાં અવિલંબ જવું પડશે. એ મુક્તાપીઠને ખદેડી મૂકીશ અને સિંહાસન પર વિષેણકુમારને સ્થાપિત કરીશ.’
અમરગુરુએ કહ્યું: ‘મહારાજકુમાર, સંતાપ ના કરો, વિષાદ ના કરો, આપ પરાક્રમી છો. આપ ચંપા પહોંચો, એટલી જ વાર છે!' એ વખતે મહેલની ભીંતે બાંધેલા હાથીએ શુભ ધ્વનિ કર્યો. અમરગુરુએ મહારાજાની જય બોલાવી. કુમારનો જમણો હાથ સ્કુરાયમાન થયો. કુમારને શુકનશાસ્ત્ર પર વિશ્વાસ હતો. તેણે વિચાર્યું: ‘મુક્તાપીઠરાજા જરૂ૨ યુદ્ધમાં હારવાનો જ!'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૧૧૩