________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાળી વાગી. દાસીઓએ નૃત્ય કર્યું. નોકરએ ગીત ગાયાં. મુખ્ય દાસીએ સૂતીકર્મ કર્યું.
પ્રભાતે કુમારે જઈને, મહારાજાને સમાચાર આપવા વિચાર્યું હતું, પરંતુ પ્રિયંવદા દાસીએ કહ્યું: “મહારાજકુમાર, મહારાજાને સમાચાર આપવાનું કામ મારું છે! હું જઈશ!”
દાસીએ મહારાજાને શુભ સમાચાર આપ્યા. મહારાજા સમરકેતુએ દાસીને મૂલ્યવાન હાર ભેટ આપ્યો. નગરમાં ઘોષણા કરવામાં આવી, પુત્રજન્મના સમાચાર નગરમાં સર્વત્ર ફેલાઈ ગયા. નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યના અધિકારીઓ, ભેંટણાં લઈને સેનકુમારના મહેલે આવવા લાગ્યા. મહારાજા પણ સેનકુમારના મહેલમાં પધારી ગયા હતા. રાણીઓ પણ શાન્તિમતીની પાસે જ ઉપસ્થિત હતી.
મહારાજાએ નગરનાં બધાં જ મંદિરોમાં મહોત્સવનું આયોજન કર્યું. છે કારાવાસના દરવાજા ખોલી નાખ્યાં.
દીન-દુઃખીને દાન આપવા માંડ્યું. જે રાજમહેલની દરેક દાસી અને દરેક નોકરને સેનકુમારે સુંદર ભેટ આપીને, ખુશ કરી દીધાં.
| 0 0 0 પુત્રનું નામ પાડવાનો દિવસ આવી લાગ્યો. કુમારે મહારાજાને જ નામ પાડવા કહી દીધું હતું.
મહારાજાએ કહ્યું: “કુમાર, મને તો આ બાળકના ચહેરામાં એના દાદા અમરસેન' જ દેખાય છે!' “તો શું દાદાનું નામ ના રાખી શકાય? ‘રાખી શકાય, કેમ ના રખાય?”
જો આપને સારું અને ઉચિત લાગતું હોય તો એ જ નામ પાડો... “અમરસેન!' મહારાજાએ બાળકનું નામ “અમરસેન' પાડ્યું. સહુને ગમ્યું. કુમારે કહ્યું: “આ બાળકને હું જ્યારે જ્યારે જોઈશ ત્યારે પિતાજીની સ્મૃતિ થશે! ચંપાને દ્વિતીય અમરસેન મળશે!”
શાન્તિમતીને પણ નામ રાખ્યું. તેણે કુમારને કહ્યું: “નાથ, જો આપને ઉચિત લાગે તો આ સમાચાર રાજપુર મોકલી આપો. મારાં માતા-પિતાને ખૂબ આનંદ થશે!'
કુમારે કહ્યું: “તેં રાજપુર યાદ કરાવ્યું સારું કર્યું. સાનુદેવ સાર્થવાહપુત્રને પણ મારે સમાચાર આપવા છે. એના ગયા પછી નથી એના સમાચાર આવ્યા, નથી આપણ સમાચાર મોકલી શક્યા.”
ભાગ-૩ + ભવ સાતમો
૧૧૧૨
For Private And Personal Use Only