________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
199077
નગરની સૌભાગ્યવતી સ્ત્રીઓ માથે સ્વર્ણકળશ મૂકીને કુમારના રથની સામે આવી. અને સ્ત્રીઓએ કુમારને અક્ષતથી વધાવ્યો, “કુમાર, તમારો વિજય થાઓ!' એવી મંગલવાણી બોલવા લાગી. નગરના રાજમાર્ગ સાંકડા પડી ગયાં.
નગરવાસી સ્ત્રી-પુરુષોનાં અસંખ્ય અભિનંદનોને ઝીલતો કુમાર નગરની બહાર આવ્યો. બે હાથ જોડી, પ્રજાજનોને અભિનંદન આપ્યાં. વિશ્વપુરમાં હવે ભાગ્યે જ અવાશે.” એવા વિચારથી કુમારનું હૃદય પણ ભરાઈ આવ્યું હતું. કારણ કે કુમારને વિશ્વપુરમાં અગાધ પ્રેમ મળ્યો હતો... અને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મહારાજા અને રાજપરિવારનો પ્રગાઢ સ્નેહ મળ્યો હતો.
કુમારના રથની એક બાજુ શસ્ત્રસજ્જ બની, અશ્વ પર આરૂઢ થઈ, ચંપાના મંત્રી અમરગુરુ ચાલતાં હતાં. બીજી બાજુ પહાડકાય પલ્લીપતિનો અશ્વ ચાલતો હતો. કુમાર ક્યારેક ચંપાના સ્મરણો વાગોળે છે તો ક્યારેક વિશ્વપુરનાં! ક્યારેક એ અટવાની ઘટનાઓ યાદ કરે છે તો ક્યારેક તપોવનને યાદ કરે છે.
અમરગુરુના ગુપ્તચરો સમાચાર લાવ્યા કે રાજા મુક્તપીઠ ચંપાના રાજ્યના સીમાડામાં સેનાની વ્યુહરચના કરીને બેઠો છે. એ જગ્યાએથી ચંપાનગરી પચાસ માઈલ દૂર થાય પરંતુ રાજા મુક્તપીઠે વિચાર્યું હતું કે, “મારે કુમારને રાજ્યના સીમાડામાં જ પ્રવેશવા દેવો નથી. નહીંતર રાજ્યની પ્રજા કુમારના પક્ષે થઈ જશે... અને પ્રજા જો કુમારનો પક્ષ લે, તો મારી હાર નિશ્ચિત છે. એટલે સીમાડા (બોર્ડર) પર જ યુદ્ધ આપું.'
કુમારે સીમાડાથી એક માઈલ દૂર, પોતાની સેનાનો પડાવ નાખવા આજ્ઞા આપી.
પોતાના પ્રિયભાષી દૂતને બોલાવી, રાજા મૂક્તપીઠને આપવાનો મૌખિક સંદેશો આપ્યો: “મારી સાથે પ્રેમસંબંધ રાખવો હોય તો મારા પિતાનું રાજ્ય છોડી, તમારા પોતાના રાજ્યમાં ચાલ્યા જાઓ. અને જો મારી સાથે પ્રેમસંબંધ ન રાખવો હોય તો યુદ્ધ માટે તૈયાર થાઓ.”
દૂત મુક્તાપીઠ રાજાની છાવણીમાં ગયો.
દૂતે રાજા મુક્તપીઠને પ્રણામ કરી, સેનકુમારનો સંદેશો આપ્યો. મુક્તાપીઠે કહ્યું: ચંપાનું રાજ્ય છોડી દેવા માટે મેં યુદ્ધ કરીને મેળવ્યું નથી. તારા એ કુમારને કહેજે કે માગી લાવેલા ભાડૂતી સૈનિકો પર મુસ્તાક બનીને, યુદ્ધ કરવાનું સાહસ છોડી દે.. ૧૧૧૬
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only