________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનાએ શત્રુ પર આક્રમણ કરી દીધું.
ભયંકર યુદ્ધ થયું.
પ્રારંભના પહેલાં પ્રહરમાં પલ્લીપતિએ મુક્તપીઠના સૈન્યને મારી હટાવ્યું. મુક્તાપીઠના સૈન્યની ઘણી ખુવારી કરી. પરંતુ બીજા પ્રહરમાં સ્વયં મુક્તાપીઠ યુદ્ધમાં ઊતર્યો. અપૂર્વ પરાક્રમથી તેણે સેનકુમારના સૈન્યને હણવા માંડ્યું. પલ્લીપતિ ઘવાયો. તેને છાવણીમાં લઈ ગયા. એના શરીર પર અનેક ઘા થયાં હતાં. વૈદ્યોએ ઉપચાર શરૂ કરી દીધા. બીજી બાજુ સેનકુમારની સેના પાછી હટવા માંડી. ત્યાં ત્રણે દિશામાંથી સેનકુમારની તાજી સેનાએ હુમલો કર્યો. સેનકુમાર રાજા મુક્તપીઠ પર ધસી ગયો. તેણે મુક્તપીઠને લલકાર્યો અને છૂટો કટારીનો ઘા કરી મુક્તાપીઠનો જમણો હાથ ઉડાવી દીધો. મુક્તાપીઠે કુમાર પર પરશુનો ઘા કર્યો. પરંત કુમારે નમી જઈને ઘા ચૂકવી દીધો. સાથે જ ભાલાનો પ્રહાર કરી, મુક્તાપીઠના અશ્વને યમલોકે પહોંચાડી દીધો,
બીજી બાજુ કુમારના સૈન્ય મુક્તાપીઠના સૈન્યની ખબર લઈ નાખી. મુક્તાપીઠનું સૈન્ય ભાગવા માંડ્યું. ત્યાં તો નગરમાં રહેલું સૈન્ય ઘેરો તોડીને, યુદ્ધમેદાન પર ધસી આવ્યું. મુક્તાપીઠનું સૈન્ય વચ્ચે ફસાયું. બંને બાજુથી તેની કતલ ચાલી.
કુમાર ઘોડા પરથી નીચે ઊતર્યો. મુક્તાપીઠ સાથે તલવાર-યુદ્ધ કરી, તેને પરાજિત કરી દીધો. તેના શરીર પર ઉપરા ઉપરી સાત ઘા ઝીંકી દીધા. મુક્તપીઠ મરાયો. સેનકુમારનો જયજયકાર થઈ ગયો. ‘સેનકુમાર જીતી ગયા' ને ઘોષ ઊઠ્યો. કુમાર, તીવ્ર રોષના કારણે અને યુદ્ધના અતિ પરિશ્રમના લીધે મૂચ્છિત થઈને, યુદ્ધભૂમિ પર ઢળી પડ્યો. ત્યાં જ અમરગુરુએ કુમારને અશ્વ પર નાખ્યો અને છાવણીમાં લઈ ગયા. છાવણીમાં લાવી તેને બિછાનામાં સુવાડી દીધો. વૈદ્યોએ ઉપચાર કર્યો. કુમાર જાગ્રત થયો. ચંપામાં કુમારના વિજયના સમાચાર પહોંચી ગયા.
ચંપામાં વિજયનાં વાજિંત્રો વાગવા લાગ્યાં.
કુમારે ઘાયલ થયેલા પલ્લીપતિને રથમાં સુવડાવી દીધો. બીજા રથમાં પોતે બેઠો અને સેનાને ચંપા તરફ પ્રયાણ કરવા આજ્ઞા કરી. અમરગુરુએ યુદ્ધમેદાન પર પડેલા હજારો મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવાની વ્યવસ્થા કરી અને તેઓ પણ ચંપા તરફ રવાના થયા.
ચંપાના દ્વારે આવીને, કુમારે અમરગુરુને કહ્યું: “મંત્રી, તમે મુક્તપીઠ રાજાના પરિવારને બહુમાનપૂર્વક એમના નગરે પહોંચાડો. પરિવારને કોઈ મુશ્કેલી ના પડે, તેવી વ્યવસ્થા કરજો.”
૧૧૧૮
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only