________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે અમરગુરુને કહ્યું: “મંત્રી, તમે મહારાજાને આ વાત કરો. આ એવું અનિવાર્ય પ્રયોજન છે ચંપા જવાનું, કે જેનો વિરોધ મહારાજા નહીં કરી શકે. તેઓ અવશ્ય મને રજા આપશે.'
અમરગુરુએ રાજમહેલમાં ગયા. મહારાજ સમરને તે બધી વાત કરી, જે ગુપ્તચરે કરી હતી. સાંભળીને સમરકેતુ રાજા રોષે ભરાયા. તેમણે કહ્યું : મંત્રી, આ પરાજય કુમારનો નહીં, પરંતુ મારો છે. કુમારને ચંપા જવાની જરૂર નથી. હું સેનાપતિ સાથે મારી વિશાળ સેના મોકલું છું અને મુક્તાપીઠરાજાને ચંપામાંથી ખદેડી મૂકું છું.”
અમરગુરુએ કહ્યું: “સેના મોકલવાની વાત સાચી છે, પરંતુ સેનાના સેનાપતિ તરીકે કુમારને મોકલો. તેમના પિતાનું રાજ્ય જવાથી તેઓ અત્યંત ક્રોધે ભરાયા છે.”
મહારાજાએ કહ્યું: ‘જો કુમારની ઈચ્છા હોય તો આ પ્રસંગે હું એને ના નહીં પાડું. મારી રજા છે, એને જવા માટે. કુમારને મારી પાસે બોલાવો. હું એની સાથે વાત કરીશ.”
કુમારે અમરગુરુને, પલ્લીપતિને સમાચાર મોકલવાનું કહ્યું અને પોતે મહારાજા પાસે ગયો. મહારાજાએ ખૂબ પ્રેમથી કુમારનો હાથ પકડી, પોતાની પાસે બેસાડ્યો.
કુમાર, તારી ઈચ્છા છે વિશાળ સેના સાથે ચંપા જવાની?” મહારાજા, મારે સેનાની જરૂર નથી. હું અને પલ્લીપતિ બે જ બસ છીએ.' “ના, સેના સામે સેના જોઈએ.' તો ભલે સેના આવે.' તું દુશ્મન રાજા પર વિજયી બને, એવી મારી કામના છે.” “મહારાજા, આપના આશીર્વાદથી અને દેવતાઓના અનુગ્રહથી જરૂર હું વિજયી બનીશ.”
કુમાર, વિજયી બનીને પછી અહીં આવીશ ને?” “મહારાજા, જો ભાઈ વિષેણકુમાર માની જશે અને પુનઃ ચંપાના સિંહાસને આરૂઢ થશે તો હું આવીશ. કદાચ વિષેણ પાછો ના આવે તો મારે ચંપા રાજ્યની ધૂરા સંભાળવી પડશે.”
સાચી વાત છે.”
હમણાં શાન્તિમતી પુત્ર સાથે અહીં જ રહેશે. જો મારે ચંપામાં રહેવાનું નક્કી થશે તો એને બોલાવી લઈશ. અને જો મારે અહીં આવવાનું છે તો પછી એને ત્યાં આવવાની જરૂર નથી. જોકે હજુ એની સાથે વાત કરી નથી.
ભાગ-૩ % ભવ સાતમો
૧૧૧૪
For Private And Personal Use Only