________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિ કુલપતિ પાસે આવ્યા. વિનયપૂર્વક કુલપતિને પ્રણામ કર્યાં અને પછી સેનકુમારને પ્રણામ કરીને ઊભા રહ્યા. કુલપતિએ કુમારને કહ્યું: ‘કુમાર, આ એ મુનિકુમાર છે... જેમણે શાન્તિમતીને જંગલમાંથી બચાવી હતી અને અહીં લઈ આવ્યાં હતાં...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર ઊભો થઈ ગયો. તેણે મુનિરાજના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું: ‘તમે શાન્તિમતી ઉપર જ નહીં, મારા ઉપર અને મારા પરિવાર પર અપાર ઉપકાર કર્યો છે.' કુમાર સાથે શાન્તિમતીએ પણ ભાવપૂર્વક વંદન કર્યાં.
ત્યાર પછી કુલપતિએ કુમારને સંબોધીને કહ્યું: ‘કુમાર, આ શાન્તિમતી મારી ધર્મપુત્રી છે. ભલે હું સંસારત્યાગી સંન્યાસી છું. છતાં આ ધર્મપુત્રી ઉપર મને મહા મમતા છે. કારણ તે ગુણોની નિધાન છે. તું એના ચિત્તને પ્રસન્ન રાખજે. એને સુખી રાખજે. વધારે શું કહું? કુમાર, ક્યારેક મારી આ ધર્મપુત્રીને લઈને આ તપોવનમાં આવજે.’
શાન્તિમતીની આંખોમાંથી અવિરત અપ્રવાહ વહેવા લાગ્યો. કુમાર એના માથે હાથ ફેરવા લાગ્યો. શાન્તિમતી બોલી:
‘ગુરુદેવ, હવે આપનાં દર્શન ક્યારે થશે? આપે મને પિતાનો પ્રેમ આપ્યો છે, માતાની મમતા આપી છે.. અને મારી બહેનોએ મને અપાર સ્નેહ આપ્યો છે.
તપોવનનાં પશુઓએ પણ મને...’ રડી પડી શાન્તિમતી... જમીન પર બેસી ગઈ. ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સહુ સંન્યાસીની આંખો ભીની થઈ ગઈ. તાપસકન્યાઓ રડવા માંડી. આશ્રમનું સમગ્ર વાતાવરણ શોકાકુલ... વિષાદપૂર્ણ બની ગયું.
કુમારે પલ્લિપતિને કહ્યું: ‘હે ભદ્ર, પૂજનસામગ્રી લાવો. આપણે ગુરુદેવની પૂજા કરીએ.’
પલ્લીપતિ પૂજનસામગ્રી લઈ આવ્યો. સર્વપ્રથમ કુમારે અને શાન્તિમતીએ કુલપતિની પૂજા કરી, ત્યાર બાદ મંત્રી વગેરેએ પૂજા કરી. કુલપતિએ આશીર્વાદ આપ્યા.
૧૧૦૨
શાન્તિમતીને તપોવનનાં સર્વે તપસ્વી-તપસ્વિનીઓએ ભાવપૂર્વક વિદાય આપી. રોતી રોતી શાન્તિમતી રથમાં બેઠી. કુમારે એનો હાથ પકડ્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો