________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારને કહ્યું: “હે શ્રેષ્ઠ પુરુષ, હું તને આ આરોગ્ય-મણિરત્ન આપું છું. એનાથી સર્વ રોગો દૂર થશે અને સર્વ પ્રકારનું ઝેર ઉતારી શકાશે. હે વત્સ, તારા વિવેકથી અને તારી નિર્લોભતાથી હું પ્રભાવિત થઈ છું.'
કુમારે વિચાર્યું: ‘દેવતાઓનાં વચન માન્ય કરવાં જોઈએ!”
તેણે દેવીને કહ્યું: “જેવી ભગવતી દેવીની આજ્ઞા! કુમારે વિનયપૂર્વક, દેવી પાસેથી ‘આરોગ્ય-મણિરત્ન' ગ્રહણ કર્યું અને દેવીને વંદન કર્યું.
દેવી બોલી: “દીર્ધકાળ જીવતો રહે!' દેવી અદૃશ્ય થઈ ગઈ.
૦ ૦ ૦ તાપસીઓએ આ દેવી દૃશ્ય જોયું. આશ્ચર્યથી મૂઢ થઈ ગઈ. કુમારને કહ્યું : “હે કુમાર, દેવ-દેવી પણ તમને માન આપે છે. ખરેખર શાન્તિમતી પુણ્યશાળી છે કે એને તમે પતિ તરીકે મળ્યા છો! હે કુમાર, મધ્યાહ્નકાળ થયો છે. અમારે મધ્યાહ્નકાળની ધાર્મિક વિધિ કરવાની છે, એટલે અમે જઈએ છીએ.”
કુમારે કહ્યું: ‘અમારે પણ કુલપતિનાં દર્શન-વંદન કરવાં છે, માટે સાથે જ જઈએ.'
મહામંત્રી, સેનાપતિ પલ્લીપતિ અને શાન્તિમતી બધાંએ “પ્રિયમેલક' કલ્પવૃક્ષની પૂજા કરી લીધી હતી. તે સહુની સાથે કુમારે તપોવનમાં પ્રવેશ કર્યો. તાપસીઓની પાછળ પાછળ સહુ કુલપતિ પાસે ગયા. કુલપતિને સહુએ ભાવપૂર્વક વંદના કરી. કુલપતિએ આશિષ આપી.
અરે, મુનિકુમારો, આ અતિથિઓને આસન આપો.' કુલપતિએ સહુને આસન અપાવ્યાં. સહુ આસન પર બેઠાં, તાપસીઓમાં જે પ્રૌઢ તાપસી હતી, તેણે કુમારનો આંખેદેખ્યો વૃત્તાંત કહી સંભળાવ્યો. કુલપતિએ સંપૂર્ણ વાત ધ્યાનપૂર્વક સાંભળી, આનંદ વ્યક્ત કર્યો. કુમારે ઊભા થઈને- “હું ચંપાનો સેનકુમાર, આપના ચરણે પ્રણામ કરું છું... ગુરુદેવ, આપનો મહાન ઉપકાર અમે ક્યારે પણ નહીં ભૂલી શકીએ. આપે શાન્તિમતીને નવું જીવન આપ્યું છે.” કુમારનો અવાજ ભીનો થઈ ગયો.
વત્સ, એ તો અમારું કર્તવ્ય હતું. આ તપોવન શા માટે છે? અહીં આવા બધા જીવાત્માઓ શાન્તિ મેળવે છે. પ્રસન્નતાપૂર્વક જીવન પસાર કરે છે.'
‘ગુરુદેવ, મારે એ મુનિકુમારનાં વિશેષરૂપે દર્શન કરવાં છે કે જે મુનિકુમાર, શાન્તિમતીને જંગલમાં મળ્યા હતાં. અને અહીં લઈ આવ્યા હતા.'
કુલપતિએ “પુંડરિક' નામના એ નિકુમારને પોતાની પાસે બોલાવ્યા. પુંડરિક
શ્રી સમરાદિત્ય મહાકથા
9909
For Private And Personal Use Only