________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડા મહિના વિત્યાં હતાં. સુખમાં કાળને પસાર થતાં વાર લાગતી નથી.
એક દિવસે ચંપાથી એક તેજસ્વી ઘોડેસવાર આવીને, વિશ્વપુરના રાજમહેલના દ્વારે ઊભો. દ્વાર પર ઊભેલા પ્રતિહારીને કહ્યું: “મહારાજાને નિવેદન કરો કે ચંપાનગરીનો મંત્રીપુત્ર આપને મળવા ચાહે છે. પ્રતિહારી મંત્રીપુત્રને જોતાં જ પ્રભાવિત થઈ ગયો હતો! એ દોડ્યો મહારાજા પાસે. તેણે નિવેદન કર્યું: “મહારાજા, ચંપાના મંત્રીપુત્ર આવ્યાં છે... ને આપને મળવા ઈચ્છે છે.”
ચંપાનગરીનું નામ કાને પડતાં જ મહારાજા વિહ્વળ બની ગયા હતાં. છતાં વિહ્વળતાનો ભાવ કળાવા ના દીધો. અનુમતિ આપી. પ્રતિહારી ગયો. મંત્રીપુત્ર “અમરગુરુ' એ અશ્વ પ્રતિહારીને સોંપ્યો. અને મહેલમાં દાખલ થયો. ઉપસ્થિત દાસી મંત્રીપુત્રને મહારાજાના ખંડ સુધી મૂકી ગઈ.
મંત્રીપુત્રે ખંડમાં પ્રવેશ કરી, મહારાજાનું અભિવાદન કર્યું. રાજાએ એનું ઉચિત સ્વાગત કર્યું. મંત્રીપુત્રે મહારાજાના ગુણ ગાતાં કહ્યું : “આપે તો ચંપાના રત્નનું જતન કર્યું છે મહારાજા! મેં સાંભળ્યું છે કે સેનકુમાર અહીં આપના અતિથિ બનીને રહ્યા
મહારાજાએ કહ્યું: “હે મંત્રીપુત્ર, એ કુમાર તો મને મારા જીવન કરતાંય વધારે પ્રિય છે! અને એટલા માટે મેં કુમાર પાસેથી વચન લીધું છે કે, “મારાથી છૂટા ના પડવું. માટે હે મંત્રીપુત્ર, તારે કુમાર સાથે એ રીતે વાતો કરવાની છે કે એ મને છોડીને ના જાય.'
મંત્રીપુત્ર અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો: “હે દેવ, કુમાર ભાગ્યશાળી છે કે આપના જેવા મહારાજા કુમાર પ્રત્યે આટલો અગાધ પ્રેમ ધરાવે છે. મહારાજા, આપે મને જે આજ્ઞા કરી, તે આજ્ઞાને મારા હૃદયમાં ધારણ કરીને વાત કરીશ.”
દ્વાર પાસે ઊભેલી દાસીને રાજાએ કહ્યું: “જાઓ, સેનકુમારને કહો કે ચંપાના મંત્રીપુત્ર “અમરગુરુ' તમને મળવા આવે છે.”
દાસીની સાથે જ મંત્રીપુત્ર ત્યાંથી નીકળી ગયો. તેને ચિંતા થઈ કે, “આ રાજકુમારને છોડશે નહીં. અને મારે ચંપામાં કુમાર વિના ચાલે એમ નથી.'
દાસીએ મંત્રીપુત્રને કહ્યું: “હે ચંપાવાસી, પધારો મહેલમાં, મહારાજકુમારનો આ મહેલ છે. હું આપને એમની પાસે લઈ જાઉં.”
દાસી મંત્રીપુત્રને સેનકુમાર પાસે લઈ ગઈ. મંત્રીપુત્ર અમરગુરુએ કુમારને પ્રણામ કર્યા. દાસીએ કહ્યું: “મહારાજકુમારનો જય હો. મહારાજાએ મને કહેવડાવ્યું છે કે આ ચંપાનગરીથી મંત્રીપુત્ર પધારેલા છે. તેમને મહારાજકુમાર પાસે લઈ જા.” - ચંપાનું નામ સાંભળતાં કુમાર ઊભો થઈ ગયો. દાસીને સોનાનો હાર પહેરાવીને વિદાય આપી. તે મંત્રીપુત્રને ભેટી પડ્યો. ‘તમે મહામંત્રી સુકૃતના પુત્ર છો?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only