________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મણિરત્નનો શુદ્ધ જલથી અભિષેક કર્યો. એ પાણી મહારાજાના સંપૂર્ણ શરીર પર છાંટચું-મણિરત્નના અર્ચિત્ય પ્રભાવથી મહારાજાનું પેટનું શૂળ મટી ગયું. મસ્તકની વેદના શાન્ત થઈ ગઈ. દાંત સ્થિર થઈ ગયા. શરીરના સાંધા જે દુ:ખતાં હતાં. તે દુઃખાવો મટી ગયો. આંખો ઊઘડી ગઈ.
મહારાજા શય્યામાં બેઠાં થયાં.
વૈદો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા: ‘ખરેખર રાજકુમારનો પ્રભાવ ગજબ છે!' તેમણે કુમારને ખૂબ ધન્યવાદ આપ્યા.
મંત્રીવર્ગના જીવમાં જીવ આવ્યો. રાણીઓ નાચવા લાગી. ગરીબોને ખૂબ ાન આપ્યું. મહારાજાએ, પાસે બેઠેલા જીવાનંદ મંત્રીને પૂછ્યું: ‘મંત્રી, મને શું થઈ ગયું હતું? મને કંઈ પણ યાદ નથી! મારી સ્મરણશક્તિ ચાલી ગઈ છે.'
જીવાનંદ મંત્રીએ બધી વાત કરી.
સેનકુમારે કરેલા મણિરત્નના પ્રયોગની વાત કરી. કુમાર પાસે જ બેઠો હતો. મહારાજાએ કુમારને પોતાની પાસે બેસાડીને કહ્યું: ‘મંત્રી, આ અમૃત જેવો કુમાર જ્યાં સુધી મારી પાસે હોય ત્યાં સુધી મૃત્યુ કેવી રીતે આવી શકે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર શરમાઈ ગયો. તેણે કહ્યું: ‘હું પૂજ્ય, આ બધો પ્રભાવ દેવતાનો છે અને ગુરુદેવનો છે.’
મહારાજાએ કહ્યું: ‘વત્સ, મારા પ્રાણો તે તારા છે. માટે મારા પ્રાણોની કાળજી તારે રાખવાની છે.'
કુમાર બોલ્યો: ‘હે પૂજ્ય, આપ મારા વડીલ છો.’
રાજાએ કહ્યું: ‘કુમાર, શું તું મારા કહ્યા મુજબ કરીશ ને?’
‘આપ આજ્ઞા કરો.’
‘તો મને વચન આપ કે તારે મારો ત્યાગ કરવો નહીં!'
‘આપની આજ્ઞા માથે ચઢાવું છું.'
‘હે વત્સ, હવે તું તારા આવાસમાં જા.'
કુમાર અને શાન્તિમતી એમના મહેલમાં ગયાં.
મહારાજાએ જીવાનંદ મંત્રીને બોલાવીને કહ્યું: ‘જીવાનંદ, સેનકુમારનું નામ લેતો કોઈ પરદેશી આવે, તેને પહેલાં મારી પાસે લાવવો, સીધો કુમાર પાસે ન મોકલશો.’
૧૧૦૩
મહારાજાના મનમાં ભય તો જાગી જ ગયો હતો કે ચંપાનગરીથી જો કોઈ સંદેશો લઈને આવશે અને કુમારને ત્યાં બોલાવશે તો કુમાર ચાલ્યો જશે, મારે એને જવા દેવો નથી. માટે કોઈ સંદેશવાહક એને મળે જ નહીં, તેવી વ્યવસ્થા ગોઠવી દઉં. આ દૃષ્ટિથી મહારાજાએ જીવાનંદને સાવધાન કરી દીધો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૦ ભવ સાતમો