________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1999
કુમારે શાત્તિમતી સાથે વિશ્વપુર તરફ પ્રયાણ કર્યું. કુમાર સાથે આવેલો સમગ્ર પરિવાર અને સેના-સહુના હૃદયમાં અપરંપાર સંતોષ હતો. હર્ષ હતો. માર્ગમાં પલ્લીપતિની અટવી આવી. પલ્લીપતિએ કહ્યું: ‘દેવ, પલ્લીને પાવન કરો. હવે તો આ પલ્લી પણ આપની જ છે.” કુમારના મુખ પર આનંદ છવાયો. સહુપલ્લીમાં ગયાં. પલ્લીનાં સ્ત્રી-પુરુષોએ કુમાર વગેરેનું ભાવભર્યું સ્વાગત કર્યું. પલ્લીપતિના પરિવારને કુમારે સુંદર વસ્ત્રો અને અલંકારોથી નવાજ્યો.
પલ્લી પતિને કુમારે કહ્યું: “હે ભદ્ર, હવે તું અહીં જ પલ્લીમાં જ રહે. જેથી પરિવારને આનંદ થાય.. અને..” કુમાર બોલતાં બોલતાં અટકી ગયો.
અને શું દેવ? જો આપ મને આપનો જ માનો છો, તો પછી સંકોચ શા માટે? પલ્લીપતિ બોલ્યો.
હવેથી તું નિરુપદ્રવી જીવન જીવીશ. પલ્લીનાં બધાં જ સ્ત્રી-પુરુષો. છે માંસાહાર નહીં કરે. છે દારૂ નહીં પીએ.
લૂંટ કે ચોરી નહીં કરે. જ દેવ-ગુરુના પૂજક બનશે. કુમારની વાત પલ્લીના તમામ માણસોએ સ્વીકારી.
પલ્લીપતિએ કુમારને કહ્યું: “હે દેવ, વિશ્વપુર અહીંથી દૂર નથી. અવારનવાર આ પલ્લીને પાવન કરજો.”
કુમારને વિદાય આપી. પલ્લીપતિએ પલ્લીમાં એક સારું મકાન બનાવવાનું કામ શરૂ કરાવ્યું. પલ્લીની ચારે દિશાઓમાં ઉદ્યાનોની રચના કરવા માટે પોતાના સાથીદારોને કહ્યું. પલ્લીની સેંકડો એકર જમીન, પોતાના સાથીઓને વહેંચી આપી અને ખેતીનાં સાધનો આપ્યાં. આખો પ્રદેશ હર્યોભર્યો બની ગયો.
મહારાજા સમરકેતુએ કુમારનું ભવ્ય સ્વાગત કરાવ્યું. નગરમાં મહોત્સવ મંડાવ્યો. કારાવાસમાંથી કેદીઓને મુક્ત કરાવ્યા. દીન-અનાથજનોને મહાદાન અપાવ્યું.
શાન્તિમતી સાથે સેનકુમારે મહારાજા પાસે જઈને, પ્રણામ કર્યા. મહારાજા સમરકેતુએ બંનેને આશીર્વાદ આપ્યા.
મહારાજાએ પહેલેથી જ કુમાર માટે, પોતાના મહેલની પાસે જ બીજો મહેલ તૈયાર કરાવી દીધો હતો. મહેલ તો હતો જ. રંગરોગાન કરાવીને, આવશ્યક સામગ્રી મૂકાવી દીધી હતી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧03
For Private And Personal Use Only