________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાવનાર એ છે! એની તીવ્ર ઉત્કંઠા તારાં દર્શન કરવાની હતી, તે ઉત્કંઠા પૂર્ણ થઈ!' પલ્લીપતિ શરમાઈ ગયો.
કુમારે પલ્લી પતિને પૂછ્યું: “હે ભદ્ર, આ વૃક્ષનું નામ શું છે?” પલ્લીપતિએ કહ્યું: હે દેવ, હું જાણતો નથી, આ વૃક્ષનું નામ.' ત્યારે કુમારે તાપસીઓને પૂછ્યું: ‘તમે જાણો છો આ વૃક્ષનું નામ.”
તાપસીઓએ કહ્યું: “ના જી, અમે નામ નથી જાણતાં.” કુમારે કહ્યું: “તપોવનનાં હોવા છતાં તમે આ વૃક્ષને કેમ ના દેખ્યું?'
તાપસી બોલી: “હે કુમાર, અમને અહીં આવે બહુ સમય થયો નથી. અમારા જન્મ પહેલાનો આ પ્રદેશ છે.'
કુમારે વિચાર્યું: “આ પેલું પ્રિયમલક' કલ્પવૃક્ષ જ હોવું જોઈએ. નહીંતર આ વાત ના બને.” કુમારે વૃક્ષોનાં પુષ્પોનું એકાગ્રતાથી અવલોકન કર્યું. વૃક્ષની ગીચ પાંદડાઓ વાળી ડાળીઓની વચ્ચેથી જોયું તો અંદર પુષ્પોનું એક સફેદ જોડકું હતું! કુમારે પલ્લીપતિને એ જોડકું બતાવ્યું અને કહ્યું
હે ભદ્ર, સોમસૂરે જે વૃક્ષની વાત કરી હતી, એ જ આ વૃક્ષ છે. હું આ વૃક્ષની પૂજા કરવા ઈચ્છું છું માટે હે ભદ્ર, ચંદન, પુષ્પ, અક્ષતું, વગેરે સામગ્રી લાવો અને શાન્તિદેવી વગેરેને પણ બોલાવો. મહામંત્રી વગેરે રાજપરિવારને લઈ આવો. આપણે બધાએ આ કલ્પવૃક્ષની પૂજા કરવાની છે.”
પલ્લીપતિએ પૂજનસામગ્રી લાવીને મૂકી. કુમારે વિશુદ્ધ મનથી એ કલ્પવૃક્ષની પૂજા કરી.
મહાપુરુષોના શ્રેષ્ઠ ગુણોથી દેવો પણ આકર્ષાય છે. નજીકમાં રહેલી ક્ષેત્રદેવી પ્રગટ થઈ તેણે કુમારને કહ્યું :
“હે વત્સ, તારા વિશુદ્ધ અને ભક્તિપૂર્ણ ચિત્તથી હું તારા પર પ્રસન્ન થઈ છું. હે દેવાનુપ્રિય, તેં “પ્રિયમલક' નામના કલ્પવૃક્ષની પૂજા કરીને, મારા ચિત્તને આકષી લીધું છે. હે કુમાર, દેવોનાં દર્શન નિષ્ફળ જતાં નથી. ફળ આપનારાં હોય છે. માટે કહો, હું તમારું શું પ્રિય કરું?”
કુમારે દેવીને પ્રણામ કરીને કહ્યું: “હે ભગવતી! તમારાં દર્શન થયાં એનાથી વધીને બીજું શું પ્રિય હોય? એ જ પ્રિય છે, એ જ ઈષ્ટ છે. આપની મારા પર કૃપા થઈ. હું ધન્ય બન્યો. બસ, બીજું કાંઈ જોઈતું નથી.
દેવીએ વિચાર્યું: “આ પુરુષ સાત્ત્વિક છે. એ કંઈ પણ માગશે નહીં. એ યાચના નહીં કરે. હું જ એને “આરોગ્ય-મણિરત્ન” ભેટ આપું!' એમ વિચારીને દેવીએ
૧૧૦૦
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only