________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથીનો જ માનવીય અવતાર હોય તેવો તગડો, બળદની આંખો જેવી એની આંખો, સુવરના માથા જેવું બરછટ અને સખત એનું માથું, ગમે તેમ ઊગેલી દાઢીમાં મળી જતી ઘાસના પૂળા જેવી મૂછો! કુમાર અને પલ્લીપતિ એકબીજાને જોઈ રહ્યા. જાણે કે ત્રાટક રચાયું. કુમારે કહ્યું: “હે ભદ્ર, હવે તું નિર્ભય બન.' પલ્લીપતિએ જવાબ ના આપ્યો. તે કુમારને જોઈ રહ્યો. તે વિચારવા લાગ્યો: “આ મહાપુરુષ કોણ હશે? આનો ચહેરો ખૂબ રૂપાળો છે. ખૂબસૂરત છે. આના હોઠ પાતળા છે. પોપટની ચાંચ જેવું નાક છે. હોઠને જમણે ખૂણે કાળો મસો છે. પાતળી કાપેલી મૂછો છે. હોઠની ભીતરમાં છુપાયેલા એક સરખા દાંત છે. તેના કોમળ હાથમાં વજ જેટલું બળ છે. દઢ પ્રહાર કરનારો છે. એકલો હોવા છતાં સાહસિક છે. સિંહ જેવા પરાક્રમી છે. છતાં મુનકુમાર જેવો દયાળુ છે. કામદેવ જેવું આનું રૂપ... અને શત્રુ પ્રત્યે પણ મિત્ર જેવો વ્યવહાર કરે છે. અહો! આ તો પરમેશ્વર જેવો છે. આની સાથે મેં જે વર્તન કર્યું, તે ખોટું કર્યું. પલ્લીપતિ આમ વિચારતો ઊભો થયો અને કુમારને બે હાથ જોડીને, પ્રણામ કર્યા.
એટલામાં પલ્લી પતિના સુભટો ત્યાં આવ્યાં. તેમણે ચીસાચીસ કરી મૂકી: “પલ્લીપતિ ઘવાયા છે અને જમીન પર પડ્યા છે. ઢોલ વાગવા માંડ્યા. ક્રોધે ભરાયેલા ભીલો ભાલા લઈને, દોડતા આવવા લાગ્યા. પલ્લીપતિએ હાથના ઈશારાથી તેમને નજીક આવતા અટકાવ્યા. તેઓની સંજ્ઞામાં સમજાવી દીધું. કે, “હું હારી ગયો છું. આ મહાપુરુષ છે. તમારે એમના ઉપર હુમલો ના કરવો.' પલ્લપતિએ શિયાળ જેવો અવાજ કર્યો.
ભીલ સુભટોએ જાણી લીધું કે “પલ્લીપતિ હાર્યો છે, એટલે તેમણે ધનુષ-બાણ અને ભાલા-પરશુ નીચે જમીન પર મૂકી દીધાં. બધા સુભટો કુમાર પાસે આવ્યા. કુમારને પ્રણામ કરીને, તેઓએ કહ્યું: “હે મહાપુરુષ, અમને અભય આપો.' - કુમારે કહ્યું: ‘શસ્ત્રો નીચે મૂકનારાઓને અભય છે.” એ વખતે પલ્લીપતિ કુમારનાં ચરણોમાં પડ્યો. તેણે કહ્યું: “અમારા આ અપરાધની ક્ષમા આપો.”
કયો અપરાધ “સાર્થને લૂંટ્યો, એ મોટો અપરાધ છે.' પલ્લી પતિનું મસ્તક શરમથી નમી પડ્યું. પણ એ અપરાધ તો થઈ ગયો, હવે શું કરશો?'
લૂંટનો બધો જ સામાન મંગાવું છું. તમે એ તપાસી લેજો. તમારા સાથેની એકેએક વસ્તુ પાછી આવી જશે.
પલ્લીપતિએ તરત જ સુભટોને આજ્ઞા કરી: “યુદ્ધ બંધ કરો અને ઘોષણા કરો કે સાર્થમાંથી જે કાંઈ લીધું હોય તે બધું અહીં મારી પાસે લાવો. જો નહીં લાવો અને પાછળથી મળી આવશે તો એનો અપરાધ માફ નહીં થાય. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૫
For Private And Personal Use Only