________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કરાય ખરી? પરંતુ એ પૂછે છે, તો એમને વાત કરવી ઉચિત ગણાય? પરંતુ તપસ્વજનોનું વચન માન્ય કરવું જોઈએ. ભલે એ બધું જાણે, કદાચ મારી લઘુતા થાય, પરંતુ આત્માની વળી લઘુતા શી? ઋષિકુમાર તો દેવસરખા કહેવાય. આપત્તિના પ્રસંગે તેઓ મળી ગયા, તે મારો ભાગ્યોદય જ કહેવાય ને! સંક્ષેપમાં વાત કહી દઉં.”
એ દરમિયાન મુનિ કુમારે કહ્યું: “વત્સ, મને કોઈ પણ વાત કહેવામાં સંકોચ ના રાખીશ. જે વાત હોય તે ખુલ્લા દિલથી કહે.”
શાન્તિમતીએ કહ્યું: “હે દેવ, હું ચંપાનગરીના મહારાજાની પુત્રવધૂ છું. મારા સ્વામી ભીલની સાથે લડવા ગયા... અને હું ભાગી નીકળી. મને ભીલ સેનાનો ભય લાગ્યો હતો. તે પછી હું ચાલતી ચાલતી અહીં આવી પહોંચી. મને આર્યપુત્ર ના મળ્યા. મળવાની આશા પણ ના રહી. તેથી ગળે ફાંસો ખાઈને, મરી જવા પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો. વેલનો ફાંસો તૂટી ગયો. નીચે પડી.” એમ કહીને શાન્તિમતી રડી પડી.
મુનિ કુમારે કહ્યું: “વત્સ, રુદન ના કર. આ સંસાર જ આવો દુઃખરૂપ છે. આ સંસારમાં પ્રિયજનોના સંયોગ-વિયોગ થયા જ કરે છે. હર્ષ અને શોકનાં દ્વન્દ્ર ચાલ્યાં જ કરે છે. ક્યારેક સંપત્તિ તો ક્યારેક વિપત્તિ! તું બુદ્ધિશાળી છે. વિષમ દશામાં તારે ખેદ ના કરવો જોઈએ. અનુચિત કાર્ય ના કરવું જોઈએ. હે આર્યો, તું શોકનો ત્યાગ કર. તારો પતિ જીવંત છે! તે સુખી છે. હું લક્ષણશાસ્ત્ર જાણું છું. એના આધારે થોડી વાતો તને કહું છું. તેથી તારો શોક દૂર થશે.
* તારો પતિ જીવંત છે, કારણ કે તારો દેખાવ શુભફળના ઉદયને અભિવ્યક્ત કરે છે.
છે તારી શરીરકાંતિ સુવર્ણસરખી મનોહર છે. આ કોયલના જેવી મનોહર વાણી છે તારી.
તેં તારા બે પગ સારી રીતે સ્થાપિત કરેલા છે. કેડ નીચેનો ભાગ વિસ્તીર્ણ છે. કે તારી નાભિ દક્ષિણાવર્તથી યુક્ત છે. છે તારા હાથની કાંતિ અને શોભા કરમાઈ નથી.
સંપૂર્ણ કલાયુક્ત શરદના ચંદ્ર જેવું તારું વદનકમળ છે. જ કમળ જેવાં તારા બે નયન છે. આ ચમકતું અને તિલકથી શોભતું તારું લલાટ છે. છે ઝીણા અને વાંકડિયા કેશનો કલાપ છે. હે આર્ય, આ બધાં લક્ષણોવાળી સ્ત્રીને વૈધવ્યનું દુઃખ આવતું નથી. તે પુત્રવતી માતા બને છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૭
For Private And Personal Use Only