________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેનિકોએ તીવ્ર ગતિથી આવીને, કુમાર તથા પલ્લીપતિને ઘેરી લીધા. ભીલ-સૈનિકોએ ધોડેસવારો સામે સારી એવી લડત આપી. પલ્લીપતિએ તીરોનો મારો કરીને, દશ અશ્વારોહીઓને યમલોક ભેગા કરી દીધા. કુમારે અદ્વિતીય પરાક્રમ દાખવીને, પચાસ અશ્વારોહીઓને ઘાયલ કરી, ભૂશરણ કરી દીધા.
પરંતુ આ યુદ્ધમાં ભીલ-સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા. પલ્લીપતિના હોઠ ક્રોધથી ફૂલતાં હતાં. તેના શરીર પર અનેક જખમ થયાં હતાં. તેનાં કપડાં લોહીથી ઠેરઠેર ભીનાં થયાં હતાં. છતાં એ જલદી હાર સ્વીકારવા તૈયાર ન હતો. તેણે કુમારને કહ્યું: ‘દેવ, ભલે આ ઘોડેસવાર હોય, હું તેમને પહોંચી વળીશ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું: ‘આપણે છેવટ સુધી લડીશ. પરંતુ હવે આપણે બે જ છીએ. એ લોકો મોટી સંખ્યામાં છે. એટલે છેવટે આપણી જ હાર મને લાગે છે. વળી, હવે તમારાં આ ધનુષ્ય-બાણ કામ નહીં લાગે. તમે એ છોડીને, તમારા બંને હાથમાં ભાલા લઈ લો કે પરશુ લઈ લો. આ ઘોડેસવારો આપણને ઘેરવા માટે નજીક આવી રહ્યાં છે. તમે ભાલાથી ઘોડાને પછાડો. હું સવારને ઉપર પહોંચાડું છું.
બંનેએ વ્યૂહ ઘડી કાઢ્યો.
પલ્લીપતિ ઊછળ્યો અને એક ઘોડાના પેટમાં ભાલો હુલાવી દીધો. ઘોડો પડ્યો. કુમારે સવારનું માથું ધડથી જુદું કરી દીધું, વિશ્વપુરનો સેનાપતિ આ બંનેના અદ્ભુત પરાક્રમથી વિસ્મિત થયો. પલ્લીપતિએ અને કુમારે જોતજોતામાં દસ ઘોડેસવારોની લાશ પાડી દીધી. સેનાપતિને ચિંતા થઈ. તેણે વિચાર્યું કે ‘આ બેની પાસે શસ્ત્રો છે, ત્યાં સુધી તેમને હરાવી નહીં શકાય. સર્વપ્રથમ એમને નિઃશસ્ત્ર કરવા પડશે.'
એણે પોતાના ચુનંદા સૈનિકોને પોતાનો વ્યૂહ સમજાવી દીધો. અને યોજના મુજબ એ સૈનિકો ધસી ગયા, એ કુંડાળામાં. બંનેના ગળા પર પાછળથી તલવારો મૂકાઈ ગઈ.
સેનાપતિએ આજ્ઞા કરી: ‘તમે બંને શસ્ત્ર મૂકી દો, નહીંતર આ તલવારો તમાર ગળાં ઉતારી લેશે!’
પલ્લીપતિએ કુમારની સામે જોયું. કુમારે શસ્ત્રો નીચે મૂકી દીધાં. પલ્લીપતિએ પણ નીચે મૂકી દીધાં. બંનેને પકડી લેવામાં આવ્યા.
‘તમને બંનેને વિશ્વવપુર લઈ જવામાં આવશે.’ સેનાપતિએ આજ્ઞા કરી. સૈનિકો દ્વારા બંનેને બાંધીને, બે ઘોડાઓ ઉપર નાંખવામાં આવ્યા અને ઘોડાઓને વિશ્વપુર ત૨ફ ભગાડવામાં આવ્યાં.
૧૦૮૨
સાનુદેવ આકુળ વ્યાકુળ બની ગયો હતો. એણે પોતાની સગી આંખે એ અરણ્યમાં થયેલો ભયંકર હત્યાકાંડ જોયો હતો, એની બધી સંપત્તિ પાછી આવી ગઈ હતી.
ભાગ-૩ ભવ સાતમો
For Private And Personal Use Only