________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, જે આપની છે! આમેય આર્યપત્ની પતિને અનુસરનારી જ હોય છે. એને તો એનો પતિ જ દેવ અને પતિ જ પરમેશ્વર!
નીલુકા ત્યાંથી પાછી ફરી, ઘરે આવીને માતા-પિતાની અનુમતિ લીધી અનશન માટે. સખીઓને પણ વાત કરી. પરંતુ સખીઓએ અનશન કરવાની ના પાડી. ના પાડવા છતાં એણે પ્રિયમિત્ર પાસે તપોવનમાં જઈને, અનશન વ્રત લઈ લીધું. સખીઓ કકળાટ કરવા લાગી. રુદન કરવા લાગી.
ઘોંઘાટ સાંભળીને, તપોવનમાં જ રહેલા ગુરુદેવ નાગદેવ ત્યાં આવ્યા. તેમણે આવીને જોયું તો અતિમુક્તલતાથી વીંટળાયેલા અશોકવૃક્ષની નીચે નીલુકા અને પ્રિયમિત્ર, આંખો બંધ કરીને, પદ્માસને બેઠાં હતાં. નાગદેવ આવતાં બંને ઊભા થયાં. બંને ખૂબ શ૨માયાં. નાગદેવને વિનંતીપૂર્વક વંદના કરી. નાગદેવે આશીર્વાદ આપ્યા: ‘તમારી અભિલાષા પૂર્ણ થાઓ.’
નાગદેવે નીલુકાને પહેલી જ વાર જોઈ. તે પણ પ્રિયમિત્રની સાથે. તેથી તેમના મનમાં જિજ્ઞાસા જાગી. તેઓની નજર નીલુકા ઉ૫૨ જોઈને સખીઓએ કહ્યું: ‘હે ગુરુદેવ, આ કુમારીનું નામ નીલુકા છે. તે ઈશ્વરસ્કંદ શ્રેષ્ઠીની પુત્રી છે. તે આ પ્રિયતમની વાગ્દત્તા છે, દૈવયોગે આ બંનેનાં લગ્ન થયાં ન હતાં ને પ્રિયમિત્રે સંન્યાસ લઈ લીધો. નીલુકાને કોઈએ આ સમાચાર આપ્યા હતા. તેણે ‘મારો તો એ જ પતિ રહેશે. એ જ મારા આરાધ્યદેવ રહેશે.' એમ વિચારી ધર્મકર્મમાં પોતાનું ચિત્ત પરોવ્યું. તેણે ખૂબ તપશ્ચર્યા કરવા માંડી.
હે ગુરુદેવ, એની તીવ્ર ઈચ્છા હતી કે એના પ્રિયતમનાં દર્શન થાય. જોકે એને વૈષયિક સુખો પ્રત્યે અણગમો હતો અને છે. હવે તો, જેમ પ્રિયમિત્રે અનશન કર્યું છે તેમ નીલુકાએ પણ અનશન વ્રત કરી લીધું છે.
નાગદેવે પ્રિયમિત્ર સામે જોયું. પ્રિયમિત્ર જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને ઊભો થયો. તેઓના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો. ‘ખરેખર, કામવાસનાનો વિકાર ભયંકર હોય છે. વિવેકી એવા પ્રિયમિત્રને મૂંઝવી દીધો! ભલે એ બાહ્ય રીતે સંન્યાસી છે, એના હૃદયમાં સંન્યાસ નથી રહ્યો. એનું ચિત્ત પારલૌકિક વૈષયક સુખની ઈચ્છાથી ઘેરાઈ ગયું છે. ‘મારે આત્મશુદ્ધિ કરવી છે, નિર્વિકારી બનવું છે.’ આ બધી અધ્યાત્મ-વાતો એ ભૂલી ગયો. અનાદિકાલીન વિષયવાસનાએ એને જકડી લીધો. વિષયવાસનાથી આબદ્ધ જીવ શું ના આચરે? ઠીક છે, આ બંને અનશન વ્રત સ્વીકારીને બેઠાં છે. ‘વ્રતભંગ ના કરાય, એ પાપ છે, દુર્ગતિમાં લઈ જનાર છે,' આટલું તો આ બંને સમજે છે.
હું અત્યારે એમને ઉપદેશ આપીશ તો એમને નહીં ગમે. પ્રિયમિત્રને મારા પ્રત્યે ગમે તેટલો અનુરાગ હોય, પણ અત્યારે જો હું એને એની ઈચ્છાથી વિપરીત ઉપદેશ આપીશ તો એને મારા પ્રત્યે અણગમો થવાનો જ. માટે હવે અત્યારે એ ઉપદેશ માટે
૧૦૯૨
ભાગ-૩ * ભવ સાતમો
For Private And Personal Use Only