________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોગ્ય છે. હું એને થોડા શબ્દોમાં જે કહેવું છે, તે કહીને અહીંથી ખસી જાઉં.”
નાગદેવે પ્રિય મિત્રને કહ્યું: “વત્સ, તમે અનશન વ્રત ધારણ કરી લીધું. તેં દુષ્કર તપશ્ચર્યા શરૂ કરી છે. પરંતુ હૃદયમાં સ્નેહ જાગ્રત થઈ ગયા પછી મનુષ્ય માટે કંઈ દુષ્કર નથી. જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તેમાં તે પ્રતિજ્ઞાનો ભંગ નથી કર્યો, એ તારી વિશેષતા છે. માટે ખેદ ના કરીશ, વિષાદ ના કરીશ. પરમાર્થ મોક્ષની ભાવના જરૂર ભાવવી. બાકી તો જે બનવાકાળ છે, તેને કોણ મિથ્યા કરી શકે છે?' બસ, આટલું કહીને, નાગદેવ ત્યાંથી નીકળી ગયા. તેમણે તપોવનનો ત્યાગ કરી દીધો.
નગરમાં જેમ જેમ ખબર પડતી ગઈ કે “પ્રિયમિત્રે અને નીલુકાએ અનશન વ્રત લીધું છે. તેમતેમ લોકો એમનાં દર્શન કરવા આવવા લાગ્યા. સ્વજનો પણ દર્શન માટે આવ્યા અને પ્રશંસા કરવા લાગ્યા.
તપશ્ચર્યાનું મહત્ત્વ આમેય આ ધરતી પર અનાદિકાળથી રહેલું છે. લોકો તપસ્વીને માન આપે છે. તપસ્વીની પ્રશંસા કરે છે. તપસ્વીનાં અભિવાદન કરે છે. તપસ્વીને બહુમાનની દૃષ્ટિથી જુએ છે.
વાત પહોંચી નગરના રાજા પાસે. રાજી, પોતાના પરિવાર સાથે તપોવનમાં ગયા. નીલુકા અને પ્રિય મિત્રનાં દર્શન કર્યા. અભિનંદન આપ્યાં: ‘તમે ખરેખર, દુષ્કર તપ કરીને તમારા આત્માને ધન્ય બનાવી રહ્યા છો. આ મારી ધરતીનું પુણ્ય વધારી રહ્યા છો. દુનિયામાં મારા નગરની કીર્તિ ફેલાવી રહ્યા છો.રાજાએ ખૂબ ખૂબ અનુમોદના કરી.
રાજાના આવી ગયા પછી, હજારો સ્ત્રી-પુરુષો દર્શનાર્થે આવવા લાગ્યાં. આસપાસનાં ગામ-નગરોથી પણ દર્શનાર્થે આવવા લાગ્યા. નીલુકા અને પ્રિય મિત્રનાં મન પ્રસન્ન થયાં. યશ અને પ્રશંસા કોને નથી ગમતી? સહુને ગમે છે. વળી એ તો તપોવન હતું. ત્યાં નિર્ભયતા હતી. જંગલી પશુઓનો કોઈ ભય ન હતો. જંગલી માણસોના ઉપદ્રવનો ભય ન હતો. મનમાં - “એક-બે મહિનામાં જ ભવ બદલાશે, જન્મ બદલાશે અને અમારા બેનો સમાગમ થશે! દેવલોકમાં માતાના પેટમાં રહેવાનું હોતું નથી કે બાલ્યકાળ હોતો નથી! ઉત્પન્ન થતાં જ યૌવનવય મળે છે. અને વૈષયિક સુખો મળે છે!”
બંને પોતપોતાનાં મનમાં ઈચ્છતાં હતાં કે અનશન વ્રત જલદી પૂર્ણ થાય. અર્થાત્ મોત થઈ જાય. જેથી શીધ્ર બંનેનો મેળાપ થઈ શકે, પતિ-પત્નીનો સંબંધ સ્થાપિત થાય અને વૈષયિક સુખભોગ ભોગવી શકે! તેઓ બંને દેહદમન જરૂર કરતાં હતાં, ઇન્દ્રિય-નિરોધ પણ કરતાં હતાં. ઈચ્છાનિરોધ ન હતો. વૈષયિક સુખોની સ્પૃહા દઢ હતી.
બે મહિના પૂરા થયા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩
For Private And Personal Use Only